રાજ્યસભામાં માયાવતીના હંગામા પછી રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત

નવી દિલ્હી:ચોમાસું સત્રમાં આજે (બુધવાર) સદનની કાર્યવાહી હંગામાની સાથે શરૂ થઈ. રાજ્યસભામાં માયાવતીએ કાર્યવાહી શરૂ થતાંની સાથે જ દયાશંકર સિંહ અને મંદસૌરમાં ગૌ રક્ષાના નામ પર મહિલાઓની પીટાઇનો મુદ્દો ઉઠાવ્યો.માયાવતીને આ મુદ્દા પર સંસદમાં કોંગ્રેસ અને બીજી તરફ દળોને પણ સમર્થન મળ્યું. હંગામાને જોતા સંસદની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી.

બસપાના સુપ્રીમો માયાવતીની વિરૂદ્ધ આપત્તિજનક નિવેદનને લઇને નિશાના પર ભાજપાના સસ્પેન્ડ નેતા દયાશંકર સિંહને ઝારખંડના દેવઘરમાં દેખાયા છે તેવી માહિતી પર રાજ્યસભામાં ગામો થયો .

માયાવતીએ આ સમાચારને ધ્યાનમાં રાખીને ભાજપા પર દયાશંકરને બચાવાની કોશિષનો આરોપ મૂકયો છે. તેમણે કહ્યું કે ‘દયાશંકર સિંહ ઝારખંડમાં છે, જે એક ભાજપા શાસિત પ્રદેશ છે. આની પરથી સ્પષ્ટ થઇ ગયું છે કે પાર્ટી તેમને બચાવી રહી છે.’


નોંઘનીય છે કે મધ્યપ્રદેશના મંદસોરમાં પોતાની જાતને ગૌ રક્ષક કહેનારા કેટલાક લોકોએ બે મહિલાઓને મારી હતી. આવું બીફની અફવાઓ પછી કરવામાં આવ્યું. માયાવતીએ રાજ્યસભામાં કહ્યું કે આ પૂરી ઘટના દરમિયાન પોલીસ ચૂપચાપ ઊભી હતી.

એમપીમાં ગૌ રક્ષકો દ્વારા મહિલાઓની પીટાઇની બાબત પર બોલતા કોંગ્રેસ નેતા ગલામ નબી આઝાદએ કહ્યું, ‘ગૌ રક્ષક હોવા જોઇએ, પરંતુ તેના નામ પર બહાના કરીને દલિત અને મુસલમાનોને ટાર્ગેટ કરો અમે તેની વિરુદ્ધ છીએ.’

ભાજપના સાંસદ મુખ્તાર નકતીએ કહ્યું કે હિંસાની ઘટના કોઇ પણ રાજ્યમાં થાય તે નિંદનીય છે. તેમણે કહ્યું કે માયાવતીએ અત્યારે જે મુદ્દા પર વાત કરી મધ્યપ્રદેશ સરકારે તેની પર કાર્યવાહી કરી છે.

You might also like