હવામાન વિભાગની મોટી આગાહી, આ રાજ્યોમાં જલ્દી થશે વરસાદની પધરામણી

ભારતીય હવામાન વિભાગે કેરળમાં ચોમાસાની ખાતરી બાદ બુધવારે હવામાન પર બીજુ અનુમાન જાહેર કર્યુ છે. હવામાન વિભાગનું અનુમાન છે કે ઉત્તર-પશ્ચિમ ભારતમાં આ વખતે ભારે વરસાદ થઈ શકે છે. પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મૂ-કશ્મીર, દિલ્હી અને પશ્ચીમી ઉત્તર પ્રદેશમાં જૂન-સપ્ટેમ્બરના સમયગાળામાં સૌથી વધારે વરસાદ થશે અને જુલાઈ સૌથી ગરમ મહીનો હશે. જ્યારે મધ્ય ભારતમાં આ સમય દરમ્યાન વરસાદ સાધારણ રહેશે.

દક્ષીણ ભારતમાં મોનસુન રહેશે સુસ્ત

હવામાન વિભાગે જણાવ્યુ કે દક્ષિણ ભારતના રાજ્યોમાં વરસાદ સાધારણ કરતા પણ ઓછી રહેશે. જેમાં કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કેરળ અને પુદ્દુચેરીનો સમાવેશ હશે. જ્યારે નોર્થ-ઈસ્ટ રાજ્યોમાં સૌથી ઓછા વરસાદનું અનુમાન છે જણાવી દઈએ કે હવામાન વિભાગે અનુમાન લગાવ્યુ હતુ કે આ વર્ષે દેશમાં સામાન્ય મોનસુન રહેવાની સંભાવના છે પણ બીજા અનુમાન પ્રમાણે આ વખતે મોનસુન સાધારણથી વધારે સારુ રહેશે.

કેરળમાં નક્કી સમય કરતા પહેલા પહોંચ્યુ ચોમાસુ

આઈએમડીના પ્રમાણે કેરળમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ મંગળવારે એન્ટ્રી કરી હતી. ચોમાસુ તેના નક્કી સમય કરતા પહેલાજ આવી ગયુ છે. તેની સાથે જ દેશમાં દક્ષિણ-પશ્ચિમ મોનસુનના વરસાદની સીઝન શરૂ થઈ ગઈ છે.

You might also like