મોન્સૂન ૩૦ મે પહેલાં કેરળ પહોંચે તેવી સંભાવના

નવી દિલ્હી: ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)એ આ વર્ષે કેરળમાં ૩૦ મેએ મોન્સૂન આવી જશે તેવી આગાહી કરી હતી, પરંતુ આ વખતે ૩૦ મે પહેલાં કેરળમાં મોન્સૂન આવી શકે તેવી શક્યતા છે. તેથી એક દિવસ વહેલો વરસાદ શરૂ થઈ જશે તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે.

અર્થ વિજ્ઞાન મંત્રાલય (એમઓઈએસ)ના સચિવ એમ. રાજીવને જણાવ્યું કે અગાઉ હવામાન વિભાગે કેરળમાં ૩૦ મેએ મોન્સૂન આવી જશે તેવી આગાહી કરી હતી, પરંતુ હવે મોન્સૂન એક દિવસ પહેલાં આવી શકે તેમ છે. તેથી અેક દિવસ પહેલાં વરસાદ શરૂ થઈ જશે. તેથી આ વખતે દેશમાં સમયસર ચોમાસાનું આગમન થઈ જશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું કે વાતાવરણમાં પલટો આવવાના કારણે હવે કેરળમાં એક દિવસ વહેલો વરસાદ થઈ શકે છે તેમજ દેશના અન્ય રાજ્યમાં પણ સમયસર વરસાદ શરૂ થઈ જશે. તેમણે જણાવ્યું કે મંત્રાલય આ વખતે મોન્સૂનના એક કાર્યક્રમની શરૂઆત કરશે, જેમાં કૃત્રિમ વરસાદ અંગે અભ્યાસ કરવામાં આવશે.

કેન્દ્ર સરકારની ત્રણ વર્ષની સફળતા અંગે યોજાયેલા એક કાર્યકમમાં રાજીવને જણાવ્યું હતું કે બે વિમાનની મદદથી આ કાર્યકમને હાથ ધરવામાં આવશે, જેમાં એક વિમાન દ્વારા કૃત્રિમ વરસાદની કવાયત હાથ ધરવામાં આ‍વશે.

http://sambhaavnews.com/

You might also like