મુંબઇમાં ભારે વરસાદ અને હાઇટાઇડની ચેતવણી

મુંબઇ : મહારાષ્ટ્રનાં પુણે, મુંબઇ અને નાસિકમાં શનિવારે ચાલુ થયેલા વરસાદ સોમવારે પથાવત્ત રહ્યો છે. વેધર ડિપાર્ટમેન્ટે આગામી બે દિવસમાં મુંબઇમાં ભારે વરસાદ અને હાઇડાઇટની વોર્નિંગ જાહેર કરી છે. બીજી તરફ ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે અને પૂર જેવી સ્થિતી ઉભી થઇ છે. બીજી તરફ મધ્યપ્રદેશમાં પણ મોનસુનની શરૂઆત થઇ છે.

રવિવારથી સોમવારે સવારે 8 વાગ્યા સુધીમાં મુંબઇમાં ભારે વરસાદનાં કારણે લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. અનેક વિસ્તારોમાં લોકલ ટ્રેનનાં ટ્રેક અને રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા. જો કે લોકલ ટ્રેન વ્યવહાર પર કોઇ ખાસ અસર પડી નથી. મુંબઇમાં હિંદમાતા અને મલાડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. ઉપરાંત જોગેશ્વરી, વિલેપાર્લે અને માલવાણીમાં પણ લોકોને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.

મુંબઇની નજીક ઢાણેમાલ 143 મિલીમીટર વરસાદ નોંધાયો છે. જ્યારે કે મુંબઇનાં કોલોબામાં 84 અને સાંતાક્રુઝમાં 52.4 મિલિમીટર વરસાદ નોંધાયો છે. ગોવાની રાજધાની પણજીમાં 11, રત્નાગિરીમાં 27, મહાબળેશ્વરમાં 114, રત્નાગિરીમાં 27, મહાબળેશ્વરમાં 114, પુણેમાં 3 વરસાદ નોંધાયો છે.

You might also like