દેશભરમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન, આગામી 2 દિવસોમાં ભારે વરસાદને લઇ હાઇ એલર્ટ

હવામાન વિભાગે આગામી 2 દિવસ સુધીમાં 19 રાજ્યોમાં ભારે વરસાદને લઇને એલર્ટ જાહેર કરેલ છે. વિભાગે આની જાણકારી ઉત્તર અને ઉત્તર પશ્ચિમી રાજ્યોમાં થયેલ ભારે વરસાદ બાદ આપેલ છે. દિલ્હીમાં આગામી ત્રણ દિવસોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું કે નક્કી કરેલ સીમા પહેલાં જ ચોમાસું સંપૂર્ણ ભારતમાં પહોંચી ચૂકેલ છે કે જે સામાન્ય રીતે દર વર્ષે 15 જૂલાઇ સુધીમાં વરસી જાય છે.

હવામાન વિભાગે શનિવાર સુધીમાં 19 રાજ્યોમાં ભારે વરસાદને લઇને એલર્ટ જાહેર કરેલ છે. તેમાં ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબ, દિલ્હી, હિમાચલ, જમ્મુ-કશ્મીર, પશ્ચિમી મધ્ય પ્રદેશ, ઉત્તરી ગુજરાત, તટીય અને દક્ષિણી કર્ણાટક, મહારાષ્ટ્રનું કોંકણ, ગોવા, કેરલ, પૂર્વી અને પશ્ચિમી રાજસ્થાન, અરૂણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, બંગાળ, સિક્કિમ અને તેલંગાણા શામેલ છે.

અમરનાથ યાત્રા રોકવામાં આવીઃ
જમ્મુ-કશ્મીરમાં ચોમાસાની દસ્તક સાથે શુક્રવારનાં રોજ અમરનાથ યાત્રાને રોકી દેવામાં આવેલ છે. છેલ્લાં બે દિવસોમાં યાત્રાને બે વાર રોકવામાં આવેલ છે. બાલટાલ અને પહલગામ બંને માર્ગો પર જવું હાલમાં જોખમ દેખાઇ રહ્યું છે ત્યારે એવામાં જ વચ્ચે તેને રોકી દેવામાં આવી.

મનાલી-લેહ માર્ગ પણ બંધઃ
હિમાચલમાં પણ ચોમાસું સક્રિય થઇ ગયેલ છે કેમ કે મેદાની વિસ્તારોમાં ભારે વરસાદ થઇ રહેલ છે. હિમાચલમાં મઢી પાસે પહાડો ધસી આવતાં મનાલી-લેહ માર્ગ બંધ કરી દેવામાં આવેલ છે. કાંગડા, કુલ્લૂ, મંડી અને ચંબામાં ભારે વરસાદ અને ભૂસ્ખલન થવાંથી ભારે નુકસાન થયેલ છે.

You might also like