વડોદરામાં ધીમી ધારે વરસાદે બોલાવી રમઝટ, 24 કલાકમાં 4 ઇંચ વરસાદ

વડોદરાઃ શહેરમાં આજે મોડી રાતથી ધીમી ધારે વરસાદે રમઝટ બોલાવી હતી. વરસાદ આજે શહેરમાં યથાવત્ રહ્યો હતો. વહેલી સવારથી જ ઝરમર વરસાદની શરૂઆત થઈ ગઇ હતી. જિલ્લામાં 24 કલાકમાં કુલ 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં સોસાયટીઓમાં તેમજ રોડ પર પણ પાણી ભરાઇ ગયાં હતાં.

આજે મહત્વની બાબત છે કે સમગ્ર રાજ્યભરમાં વરૂણ દેવતાએ પોતાની કૃપા વરસાવી છે. જેમાં વડોદરાનો પણ વિશેષ ધોરણે સમાવેશ થઇ ગયો છે. વડોદરા શહેરમાં ગત રાતથી જ વરસાદ શરૂ થઇ ગયો છે અને હજી આજે પણ વરસાદ યથાવત જ છે. વડોદરા શહેરમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

જેને કારણે વડોદરા શહેરનાં નીચાણવાળા વિસ્તારોમાં ઠેરઠેર પાણી ભરાઈ ગયાં છે જેથી ક્યાંક ક્યાંક વાહનચાલકોને પણ ભારે હાલાંકીનો સામનો કરવો પડ્યો છે. એ જ રીતે વડોદરામાં આવેલ ડભોઇમાં 35, કરજણમાં 14, વાઘોડિયામાં 7, શિનોરમાં 5 અને પાદરામાં 3 મિ.મી. જેટલો વરસાદ નોંધવામાં આવ્યો છે.

You might also like