કેન્દ્ર સરકારે દુનિયાની સૌથી મોટી કૃષિ કંપનીની ઝાટકણી કાઢી

નવી દિલ્હી : અમેરિકાની બાયો ટેક્નોલોજી કંપની મોનસેન્ટો અને ભારત સરકાર વચ્ચે બીજનાં મુલ્યનાં મુદ્દે વિવાદ પેદા થઇ ગયો છે. કૃષી રાજ્યમંત્રી સંજીવ બાલિયાને બુધવારે કહ્યું કે જો મોનસેન્ટો બીટી કોટન બીજોની કિંમતોમાં ઘટડો કરવા નથી માંગતું તો તે દેશ છોડી શકે છે. મંત્રીએ કહ્યું કે કંપનીને સરકારની તરફથી બીજની કિંમતોમાં ઘટાડા મુદ્દે બહાર પાડવામાં આવેલા આદેશનું પાલન કરવું પડશે.

ભારતમાં કૃષી ઉત્પાદકતાને વધારવા માટે ગણી ટેક્નીક ખુબ જ જરૂરી છે. કૃષી સેક્ટરનાં જાણકારોનું કહેવું છેકે ભારત 2017 સુધીમાં સ્થાનિક જીએમ ટેકનીક વિકસિત કરી લેશે.પરંતુ ત્યાર પછી પણ દરેક દશકમાં બીજમાં પરિવર્તન કરવાની સમસ્યા તેમની સમક્ષ રહેશે. 2002માં મોનસેટોનાં જીએમ કોટન બીજોની મદદથી ભારતમાં ફાઇબર ઉત્પાદનનાં મુદ્દે દુનિયાનાં બજારમાં મહત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

જો કે તેનાં કારણે દાળોનું ઉત્પાદન પ્રભાવિત થયું છે. જીએમ કોટનની ખેતીમાં દેશનાં 70 લાખ ખેડૂતો લાગેલા છે. તેનાં કેટલાક સંગઠનો પણ છે. એક સંગઠન તો વડાપ્રધાન મોદીની પાર્ટી ભાજપ સાથે પણ જોડાયેલું છે. આ સંગઠને જ સરકાર પાસે મોન્સેંટોની તરફથી ઉત્પાદનનાં ભાવોમાં વધારો કરવા માટેની ફરિયાદ કરી હતી.

સતત ત્રણ સીઝનમાં દુષ્કાળ સહી રહેલા ખેડૂતોનાં દબાણમાં આવેલી સરકારે સ્થાનિક ફર્મ્સને મોન્સેન્ટોને આપવામાં આવતી રોયલ્ટીમાં 70 ટકાની કપાતની જાહેરાત કરી હતી. સ્થાનીક ફર્મ્સ મોન્સેન્ટોને તેની કોટન ટેક્નોલોજીનાં માટે રોયલ્ટી ચુકવતી હોય છે. કંપનીની વિરુદ્ધ તે મુદ્દે પણ તપાસ કરવામાં આવી રહી છે કે શું તેણે પોતાનાં એકાધિકારનો ઉપયોગ કરતા કિંમતોમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.

સ્થાનિક કંપનીની સાથે મોન્સેન્ટોનાં જોઇન્ટ વેન્ચરનું કહેવું છે કે તેને આશા છે કે તેની વિરુદ્ધ લાગેલા આરોપો આધારહીન સાબિત થશે. મોન્સેન્ટોએ આ જ મહિને જણાવ્યું હતું કે હાલનાં વાતાવરણમાં તે ભારતમાં પોતાનાં ધંધા અંગે પુનવિચાર કરશે. કંપનીનું કહેવું હતું કે જો સરકાર પોતાની રીતે અને સંભવિત રશિયાથી વિનાશકારી હસ્તક્ષેપો દ્વારા બીટી કોટનનાં માટે ખાસ દરમાં કપાત કરશે તો તેની પાસે અન્ય કોઇ વકલ્પ નહી રહે.

આ અંગે કૃષી રાજ્યમંત્રી સંજીવ કુમાર બલિયાને કહ્યું કે સરકાર જુની ભુલોને સુધારવા માંગે છે. આ ભુલોનાં કારણે એક વિદેસી કંપની ભારતમાં બીજનાં ભાવમાં પોતાને મન પડે તેવા ભાવ વસુલી રહી છે અને સ્થાનિક કંપનીઓ દબાવમાં છે. તે વસ્તું મોન્સેંટો પર નિર્ભર છે કે તે સરકાર દ્વારા નક્કી કરાયેલા ભાવોને સ્વિકારે છે કે નહી. જો નહી તો તે મન પડે તેવો નિર્ણય લઇ શકે છે. જો મોન્સેટોં દેશની બહાર જતું રહેશે તો તેનાંથી અમને કોઇ ફરક નથી પડતો. મંત્રીએ કહ્યું કે અમારા વૈજ્ઞાનિકોની ટીમ જીએમ બીજોની દેશી આવૃતી તૈયાર કરવા અંગે કામ કરી જ રહ્યા છે.

You might also like