એક પણ રૂપિયો ખર્ચ્યા વગર દુનિયા ફરી અા છોકરી

કેટલાય લોકોને અાખી દુનિયા ફરી લેવાનો જબરો શોખ હોય છે પરંતુ તે માટે ખિસામાં કેટલા રૂપિયા છે તે પણ જોવું જરૂરી છે. અમેરિકાની ૨૫ વર્ષની મોનિકા લીન નામની કન્યાએ દુનિયા ફરવાનો શોખ પૂરો કર્યો છે એ પણ ફૂટી કોડી ખર્ચ્યા વગર. મોનિકા લીન દુનિયાના ઘણા દેશોમાં ફરી અાવી. ૨૦૧૫ના વર્ષમાં તેણે ૯ દેશની મુસાફરી કરી. પોતાની ઈચ્છા પુરી કરવા તેણે એક વિયર્ડ ડેટિંગ સાઈટનો સહારો લીધો. એ વેબસાઈટ દ્વારા ઓનલાઈન ચેટ કરીને તે પોતાને મનપસંદ પુરુષ સાથે ફરવાનું પસંદ કરતી. એ પુરુષ તેની ટ્રિપનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવતો. મિસ ટ્રાવેલ નામની વિયર્ડ ડેટિંગ સાઈટ વિશે તેણે કોઈ મેગેઝીનમાં વાંચ્યું હતું. અા સાઈટ એવા લોકોને ફરવાની ઓફર અાપે છે જેની પાસે પૈસા તો છે પરંતુ સમય અથવા સાથી નથી.

You might also like