આ ઝાડે સાબિત કરી દીધું પૈસા ઝાડ પર જ ઊગે છે

જ્યારે કોઇ પૈસા માંગતા હોય તો માટોભાગના વોકોને તમે એવું કહેતા સાંભળ્યું હશે કે પૈસા ઝાડ પર ઊગે છે, તો એવા લોકોને પોતાની આ વાત કહેલી ખોટી લાગવા લાગશે. જ્યારે અમે એવું કહીશું કે હા પૈસા ઝાડ પર જ ઊગે છે. તમને આ સાંભળીને વિશ્વાસ નહીં થાય પરંતુ આ હકીકત છે.

હકીકતમાં બ્રિટેનના સ્કોટિશ હાઇલેન્ડન પીક ડિસ્ટ્રીક્ટ ફોરેસ્ટમાં એક એવું ઝાડ આવેલું છે, જેની પર સિક્કા લાગેલા છે. પૈસા લાગેલું આ ઝાડ આશરે 1700 વર્ષ જૂનું છે એવું કહેવામાં આવે છે. આ ઝાડના વચ્ચેના ભાગમાં અલગ અળગ દેશોના સિક્કા લાગેલા છે. પરંતુ સૌથી વધારે પ્રમાણમાં આ ઝાડ પર બ્રિટેનના સિક્કા લાગેલા છે. ઝાડની કોઇ એવી જગ્યા બાકી નથી જ્યા સિક્કા લાગેલા ના હોય.

આ ઝાડ પર લાગેલા સિક્કાનું પ્રમાણ જોઇને એ વાતનો અંદાજો લગાવી શકાય છે કે આ ઝાડ કેટલું જાણીતું છે. ત્યારે તો અહીં આવાનરા વિદેશી પર્યટકોની ભીડ જોવા મળે છે. અહીં આવનારા દરેક પર્યટક આ ઝાડ પર સિક્કા લગાવે છે અને મનની મુરાદ પૂરી થાય એવી માનતા રાખે છે. આ કારણથી આ ઝાડ પર ઘણા દેશોના સિક્કા જોવા મળે છે.

લોકોનું એવું પણ માનવું છે કે આ ઝાડ પર સિક્કા લગાવવાથી એમના મનની મુરાદ પૂરી થાય છે. એમાં પણ જો કોઇ પ્રેમી જોડા અહીં આવીને સિક્કા લગાવે તો કહેવામાં આવે છે કે એમના સંબંધમાં મીઠાશ વધારે વધી જાય છે.

http://sambhaavnews.com/

You might also like