હવે બીજાના ખાતામાં પૈસા જમા નહીં કરી શકાય

નવી દિલ્હી: બેન્ક ખાતામાં વધતા ભ્રષ્ટાચારના કારણે ભારતીય સ્ટેટ બેન્કે ખાતાંને વધુુ સુર‌િક્ષત કરવા સખત પગલું ભર્યું છે. હવે કોઇ બીજી વ્યક્તિ કોઇ પણ બેન્ક ખાતામાં પૈસા જમા નહીં કરાવી શકે, જેનું ખાતું હશે તે જ પોતાના ખાતામાં પૈસા જમા કરી શકશે.

નોટબંધી દરમિયાન ઘણા બધા લોકોના ખાતામાં વધુ પૈસા જમા થતાં આયકર વિભાગે આ અંગેની જાણકારી માગી તો મોટા ભાગના લોકોનું કહેવું હતું કે તેમને ખબર નથી કે આ પૈસા તેમના ખાતામાં કેવી રીતે આવ્યા, આ રૂપિયા તેમના નથી. આયકર વિભાગે ત્યારબાદ બેન્કોને એવો નિયમ બનાવવાનું સૂચન કર્યું છે કે કોઇ પણ વ્યકિત પોતાના ખાતામાં જમા પૈસા અંગે પોતાની જવાબદારીમાંથી બચી ન શકે.

ટેરર ફં‌ડિંગ માટે પણ આ વ્યવસ્થા સુવિધાજનક હતી. હવે બેન્કના નવા નિયમથી તેના પર પ્રતિબંધ મુકાશે. બેન્કે જોકે એવી સવલત આપી છે કે વિશેષ પરિસ્થિતિમાં ખાતાધારકના અનુમ‌િત પત્ર સાથે તેના ખાતામાં કોઇ અન્ય વ્યક્તિ પૈસા ટ્રાન્સફર કરી શકે છે.

જો તમે બેન્ક ખાતામાં ઇન્ટરનેટ બેન્કિંગ કરાવ્યું હશે તો તમે કોઇ પણ વ્યકિતના એકાઉન્ટને જોડીને તેના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી શકો છો. જો તમે ખાતું નહીં જોડ્યું હોય તો પણ વધુમાં વધુ રૂ.ર૦,૦૦૦ એક દિવસમાં બે વાર જમા કરી શકાશે.

પહેલાં પણ ખાતામાં પૈસા જમા કરવા માટે માત્ર એક ફોર્મ ભરવાનું હતું. એ ફોર્મ સાથે રોકડ રકમ કાઉન્ટર કલાર્કને આપવામાં આવતાં સરળતાથી તે પૈસા જમા થઇ જતા અનેે કોઇ પણ વ્યક્તિ કોઇના પણ ખાતામાં જમા કરાવી દેતી.

એસબીઆઇના ડીજીએમ પી.સી. બરોડે કહ્યું કે ખાતાધારકોની સુવિધા માટે આ નવી વ્યવસ્થા બનાવાઇ છે, તેનાથી ખાતાધારકના ખાતામાં કોઇ પણ વ્યક્તિની મરજી વિરુદ્ધ પૈસા જમા નહીં કરી શકે.

You might also like