એપ્રિલમાં FIIનો રંગ જામશે?

અમદાવાદ: નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬ પૂરું થવાની તૈયારીમાં છે ત્યારે માર્ચ મહિનામાં એફઆઇઆઇએ રંગ રાખ્યો છે. સ્થાનિક બજારમાં નીચા ભાવે વિદેશી રોકાણકારોએ મોટા પ્રમાણમાં ખરીદી કરી છે.

આગામી એપ્રિલ મહિનામાં આ ખરીદી જળવાશે કે નહીં તે અંગે રોકાણકારોમાં અનિશ્ચિતતાભરી સ્થિતિ પ્રવર્તી રહી છે ત્યારે પાછલાં પાંચ વર્ષનો ડેટા જોઇએ તો ચાર વર્ષમાં વિદેશી રોકાણકારોની એપ્રિલ મહિનામાં સકારાત્મક ખરીદી નોંધાતી જોવા મળી છે.

વર્ષ ૨૦૧૩ના એપ્રિલ મહિનામાં રૂ. ૫,૧૪૫ કરોડ, એપ્રિલ-૨૦૧૪માં ૭,૨૯૯ કરોડ, જ્યારે પાછલાં વર્ષે એપ્રિલ મહિનામાં એફઆઇઆઇએ ૮,૭૦૨ કરોડની ખરીદી સ્થાનિક બજારમાંથી કરી હતી.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની આગામી એપ્રિલ મહિનાની શરૂઆતમાં નાણાકીય નીતિ સમીક્ષા બેઠક મળી રહી છે તેમાં નીતિગત વ્યાજના દરમાં ૦.૨૫થી ૦.૫૦ ટકા સુધીનો ઘટાડો થઇ શકે છે. આવી શક્યતા પાછળ બેન્કિંગ સેક્ટરના શેર સહિત શેરબજારમાં તેની સકારાત્મક ચાલ જોવાઇ શકે છે એટલું જ નહીં બ્રીક્સ દેશોમાં મળતા ઓચા રિટર્નને કારણે વિદેશી રોકાણકારો સ્થાનિક બજારમાં મોટું રોકાણ કરી શકે છે તેવી પણ એક શક્યતા જોવાઇ રહી છે અને તેને કારણે આગામી એપ્રિલ મહિનામાં રોકાણ ચાલુ રહે તેવી સંભાવના નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.

પાંચ વર્ષમાં FIIનું ચોખ્ખું ખરીદ-વેચાણ
એપ્રિલ ૨૦૧૫- ૮,૭૦૨.૫૬
એપ્રિલ ૨૦૧૪- ૭,૨૯૯.૫૦
એપ્રિલ ૨૦૧૪- ૫,૧૪૫.૩૦
એપ્રિલ ૨૦૧૨ – ૧,૮૬૫.૬૦
એપ્રિલ ૨૦૧૧ -૭,૦૧૮.૫૦
(આાંકડા કરોડમાં)

You might also like