સોમવારથી કમુરતાંઃ શુભ કાર્યો પર એક માસની બ્રેક

અમદાવાદ:અત્યારે લગ્ન સિઝન પુરબહારમાં ખીલી છે ત્યારે ૧૪મી માર્ચ ૩ દિવસ પછી એક મહિના માટે શુભ કાર્યો ઉપર બ્રેક લાગશે. િશયાળામાં થતાં લગ્નોનાં મુહૂર્તમાં છેલ્લાે દિવસ ૧૨ માર્ચ શનિવાર છે ત્યાર પછી ૧૪ માર્ચ સોમવારે સૂર્ય મીન રા‌િશમાં પ્રવેશ કરશે, જેના કારણે મીનારક કમુરતાં શરૂ થશે. અા કમુરતા ૧૩ અેપ્રિલ બુધવાર ચૈત્ર વદ સાતમ સુધી રહેશે. અા સમય દરમિયાન લગ્ન, િવવાહ, વાસ્તુ, ગૃહપ્રવેશ તેમજ મંદિરોમાં દેવોની પ્રાણપ્રતિષ્ઠા વગેરે કાર્યો પર નિષેધ રહેશે.

જોકે કમુરતાંના સમયગાળા દરમિયાન કોઈ પણ પ્રકારનાં ધાર્મિક કાર્યો કરી શકાય છે, જેવાં કે સીમંતવિધિ, શ્રાદ્ધક્રિયા, સત્યનારાયણ કથા વગેરે ધાર્મિક કાર્યો કરી શકાય છે. હવે પછી ૧૩ અેપ્રિલથી ઉનાળુ લગ્ન સિઝન શરૂ થશે. હવે કમુરતાં અાડે લગ્ન સિઝનની અાડે માત્ર ત્રણ જ દિવસ બચ્યા છે. અાજે, ૧૧ માર્ચ અને પછી ૧૨ માર્ચ અા સિઝનનું છેલ્લું શુભ મુહૂર્ત છે.

શાસ્ત્રો કહે છે કે સૂર્ય મીન રાશિમાં પ્રવેશ કરે ત્યારે એક મહિનાનાં મીનારક કમુરતાં દરમિયાન સૂર્યની ઉપાસના કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. જ્યોતિષીઅો પણ અા માસ દરમિયાન સૂર્ય ઉપાસના કરવાની સલાહ અાપે છે. ૧૪ ડિસેમ્બર, ૨૦૧૫થી લગ્ન સહિતનાં શુભ કાર્યો પર ૧૪ જાન્યુઅારી સુધી બ્રેક લાગી હતી. ૧૫મી જાન્યુઅારીથી લગ્નની ફુલ સિઝન શરૂ થઈ હતી. માત્ર ૨ માસના ટૂંકાગાળામાં અનેક પાર્ટીપ્લોટ અને હોલનાં બુ‌િકંગ ફુલ થયાં હતાં.

શિયાળાની ઠંડકમાં લગ્નોત્સુક વર્ગ વધુ રહે છે. ૯ મેના રોજ અખાત્રીજ છે, જે તમામ પ્રકારનાં શુભ કાર્યો અને લગ્ન માટે વણજોયું મુહૂર્ત ગણાય છે. વર્ષમાં માત્ર બેથી ત્રણ મુહૂર્ત એવાં અાવે છે કે જેમાં કોઈ પણ પ્રકારનાં મુહૂર્ત જોવાની જરૂર પડતી નથી, તેમાં શુભ કાર્યો માટે દશેરા અને વસંત પંચમીનો પણ સમાવશે થાય છે.

You might also like