જો મસાથી છો પરેશાન તો આ દેશી નુસ્ખાનો ઉપયોગ કરી કરો દુર

જયપુર : મસા થવાનું મુખ્ય કારણ પેપીલોમા વાયરસ છે. ત્વચા પર પેપીલોમાં વાયરસનાં કારણ નાના નાના ખાડાઓ પડી જાય છે જે કઠોર પિંડ બની જાય છે. જેને મસા કહેવામાં આવે છે. મસા કોઇ પણ જગ્યાએ થઇ શકે છે. ચહેરા પર કેટલીક વખત ગંદા દેખાય તેવા મસા જોવા મળે છે. તેને સર્જરી કરીને હટાવવા પડતા હોય છે. જો કે આ આયુર્વેદિક રીતથી ચોક્કસ તમારા મસા દુર થઇ શકે છે.

– ચંગોરીના પાન એન્ટી ફંગલ,એન્ટી માઇક્રોબિયલ અને હીલ કરનારા હોય છે. કેટલીક બિમારીઓને દુર કરવા માટે આ પત્તા કામ આવે છે. ચાંગેરીનાં પાનને પાણીનાં નાખીને પેસ્ બનાવો. મસાનાં ઉપર લગાવો અને પછી હલ્તા હાથે રગડો. એવું ત્યાં સુધી કરો જ્યાં સુધી મસા ઓછો ન થવા લાગે. આવુ દિવસમાં બે વાર કરો. મસામાંથી જલ્દી છુટકારો મળશે.

– નાગરવેલનાં પાનને ડંઠલને રસ મેળવીને મસા પર લગાવવાથી મસા સુકાઇ જાય છે અને ખરી જાય છે.
– કાચા બટાકાથી મસા દુર થાય છે. બટાકા કાપીને મસા પર ઘશો આ રીતે કેળાની છાલ પણ તેટલી જ અસરદાર છે.
– કેળાની છાલને અંદરની તરફનો ભાગ મસા પર મુકોય. થોડા સમય માટે તેમ જ રાખો આ રીતે થોડો સમય રાખ્યા પછી કપડુ વિંટી લો.જેથી છાલ હટે નહી.
– દળેલુ લસણ લગાવવાથી પણ મસા દુર થાય છે.
– વડલાનાં પાનનાં પત્તા મસા દુર કરવામાં કારગત નિવડે છે. તેના પાનનો રસ લગાવો મસા ખરી પડશે.
– એરંડીનું તેલ પણ મસા હટાવવામાં કારગત છે. તેને લગાવવાથી મસા નરમ પડી જાય છે અને ખરી પડે છે.

You might also like