વધુ પડતા મોઈશ્ચરાઈઝરથી પણ સ્કિન-કેન્સરનું રિસ્ક વધે છે

ત્વચાને ડ્રાય થતી અટકાવવા તેમ જ વહેલી કરચલી ન પડે એવું ઈચ્છતા હો તો એને નિયમિત હાઈડ્રેટ રાખવી જરૂરી છે. એ માટે મોઈશ્ચરાઈઝર બેસ્ટ કામ અાપે છે. જોકે એનો અતિરેક પણ ક્યારેક જોખમી બની શકે છે. બ્રિટનના રિસર્ચરોએ ઉંદરો પર પ્રયોગ કરીને તારવ્યું છે કે મોઈશ્ચરાઈઝર લગાવેલું હોય એવી ત્વચા પર અલ્ટ્રા-વાયલેટ કિરણો પડવાથી કેન્સરની ગાંઠ થવાનું રિસ્ક બમણું થઈ જાય છે. ત્વચાની ડ્રાયનેસને ટાળવા માટે સ્ત્રીઓ ખૂબ જ છૂટથી મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરે છે. નોર્મલ ત્વચા પર અલ્ટ્રાવાયલેટ કિરણો પડે એના કરતાં મોઈશ્ચરાઈઝર લગાવેલી ત્વચા પર અા કિરણો પડે ત્યારે કેન્સર થવાનું રિસ્ક બમણું થઈ જાય છે. અભ્યાસીઓએ પ્રાણી પર મોઈશ્ચરાઈઝરનો પ્રયોગ કરીને તારવ્યું છે.
http://sambhaavnews.com/

You might also like