બોડકદેવના મોહિની ટાવરમાં પોલીસકર્મીની પુત્રીનો અાપઘાત

અમદાવાદ: બોડકદેવ વિસ્તારમાં જજીસ બંગલા રોડ પર આવેલા મોહિની ટાવરમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહેતી અને મૂળ બિહારની પોલીસકર્મીની પુત્રીએ ગઇ કાલે સાંજેે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા‌ં ચકચાર મચી ગઇ છે. વસ્ત્રાપુર પોલીસે અકસ્માતે મોત નોંધી તપાસ શરૂ કરી છે.

મૂળ બિહારની વતની અને જજીસ બંગલા રોડ પર આવેલા મોહિની ટાવરમાં રહેતી સોનમ હ‌િરકિશનસિંગ (ઉ.વ.ર૩) અમદાવાદમાં એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતી હતી. તે પેઇંગ ગેસ્ટ તરીકે ચાર યુવતીઅો સાથે રહેતી હતી. ત્રણ જે ગુજરાતી હતી તે હોળી-ધુળેટીના તહેવારની રજાઓ હોવાથી પોતાના ઘેર ગઇ હતી.

દરમ્યાનમાં સોનમ પોતાના રૂમમાં એકલી હતી. ગઇ કાલે પેઇંગ ગેસ્ટના સંચાલકે સોનમના રૂમનો દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ તેણે દરવાજો ખોલ્યો ન હતો. ૧પ થી ર૦ મિનિટ સુધી દરવાજો ન ખોલતાં દરવાજો તોડી નાખતાં સોનમ પંખામાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી.

વસ્ત્રાપુર પોલીસને જાણ કરાતાં પોલીસ તાત્કા‌િલક ઘટનાસ્થળે દોડી ગઇ હતી. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ. એસ. બોદરે જણાવ્યું હતું કે કોઇ અગમ્ય કારણસર યુવતીએ આત્મહત્યા કરી છે. કોઇ સ્યુસાઇડ નોટ મળી નથી. હાલ મોબાઇલ ફોન મળી આવ્યો છે. બિહાર રહેતાં તેના માતા-પિતાને જાણ કરી દેવાઇ છે.
http://sambhaavnews.com/

You might also like