મહાભારત માટે સંઘ તૈયાર રહેઃ મોહન ભાગવત

લખનૌ: રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે જણાવ્યું છે કે હિંદુત્વની સ્થાપના માટે કાર્યકરો મહાભારત માટે તૈયાર રહે. પોતાના વકતવ્યના સમર્થનમાં ભાગવતે તમામ હિંસા અને યુદ્ધોના દાખલા પણ આપ્યા હતા.

તેમણે જણાવ્યું હતું કે ધર્મની સ્થાપના માટે મહાભારતનું યુદ્ધ થયું હતું. ભગવાન બુદ્ધે પણ સંપૂર્ણ કરુણા અને અહિંસાનો ઉપદેશ આપ્યો હતો. ભગવાન રામ અને ભગવાન કૃષ્ણએ પણ ધર્મ માટે બધું જ કર્યું હતું. એટલા માટે હવે સંઘના પ્રત્યેક કાર્યકરે સકારાત્મક વિચારધારાના આધારે કાર્ય કરવું પડશે. લખનૌ વિભાગના કાર્યકરોને સંબોધતાં ભાગવતે જણાવ્યું હતું કે આપણે પ્રતિક્રિયામાં કોઇ કામ કરવાનું નથી. સંઘની છબીને લઇને સજાગ રહેવાની શીખ આપતાં ભાગવતે જણાવ્યું હતું કે આપણે પ્રતિક્રિયા સ્વરૂપે કોઇ કાર્ય કરવાનું નથી.

મોહન ભાગવતે જણાવ્યું હતું કે આપણે સમગ્ર દુનિયામાં ભારત માતાના જય જયકાર માટે કામ કરી રહ્યા છીએ, પરંતુ ભારત માતાની પૂજામાં વિચારોની અપવિત્રતા આવવી જોઇએ નહીં. હિંદુત્વની વિચારધારા કોઇના વિરોધમાં નથી. કોઇનો દ્વેષ અને વિરોધ એ હિંદુત્વ નથી.

You might also like