મહામહિમની રેસમાં નથી મોહન ભાગવત, કહ્યું પ્રસ્તાવ આવશે તો ઠુકરાવી દઈશ

નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે સ્પષ્ટ કરી દીધું છે કે તે રાષ્ટ્રપતિ પદની રેસમાં નથી. રાષ્ટ્રપતિ બનવાના સમાચારો અંગે પોતના સંબોધનમાં ભાગવતે જણાવ્યું કે મીડિયામાં જે ચાલી રહ્યુ છે તે થશે નહિ અમે સંઘ માટે કાર્ય કરીએ છીએ અને અમારે ત્યાં જવું નથી. પ્રસ્તાવ આવશે તો પણ તેનો સ્વીકાર કરીશ નહીં.

નોંધનીય છે કે મીડીયા વર્તુળોમાંથી માહિતી મળી હતી કે એનડીએ સરકાર RSS પ્રમુખ મોહન ભાગવતની આવતાં રાષ્ટ્રપતિ તરીકે પસંગદી કરી શકે છે. શિવશેના તરફથી એવી માંગણી કરવામાં આવી હતી કે હિંદુત્વનો ચહેરો અને સાફ વ્યક્તિત્વ વાળા મોહન ભાગવતને દેશના રાષ્ટ્રપતિ બનાવામાં આવે.

શિવસેના સાંસદ સંજય રાઉતનુ કહેવુ છે કે ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવા માટે ભાગવતની રાષ્ટ્રપતિ તરીકે નિમણુક થશે તો તે યોગ્ય છે તેમનાં મત અનુસાર આ દેશનો સૌથી ઉચો હોદ્દો છે આ પદ માટે કોઈ સ્પષ્ટ વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિની પસંદગી થવી જોઈએ. સંજય રાઉતે સંકેત આપ્યા છે કે તેમને રાષ્ટ્રપતિ ચુંટણીઓમાં ઉમેદવારી ધોષિત કરવી જોઈએ તેઓએ જણાવ્યુ કે જો ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવું હોઈ તો ભાગવત યોગ્ય વ્યક્તિ છે ખરેખરમાં છેલ્લો નિર્ણય ઉદ્ધવ ઠાકરે કરશે

ઉલ્લેખનીય છે કે હવે પછીના રાષ્ટ્રપતિને માટે PM મોદીએ સહયોગી પાર્ટીઓના નેતાઓને ડિનર પર ચર્ચા માટે બોલાવ્યા છે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનો કાર્યકાળ આ વર્ષે 25 જુલાઈએ પુરો થઈ રહ્યો છે આ પહેલા નવા રાષ્ટ્રપતિની નિમણુક કરવાની છે.

 

You might also like