પતિ, પત્ની ઓર વો ! ટીમ ઇન્ડીયાના ઝડપી બોલર પર પત્નીએ લગાવ્યા ગંભીર આરોપ…

કોલકાતાઃ પોતાની ઝડપી બોલિંગથી ભારતીય ક્રિકેટની મહત્ત્વની કડી બની ગયેલો મોહંમદ શમી પોતાના લગ્નજીવનને મજબૂતીથી ચલાવી નથી શક્યો. શમીને લઈને તેની પત્ની હસનીજહાંએ ઘણા ગંભીર આરોપ લગાવીને ખુલાસાઓ કર્યા છે. ગઈ કાલે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક પોસ્ટે સનસનાટી મચાવી દીધી.

શમીની પત્ની હસીનજહાંએ ગઈ કાલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ફેસબુક પર એક પછી એક એમ ઘણી પોસ્ટ શેર કરીને શમી પર અન્ય મહિલાઓ સાથે સંબંધ રાખવાનો આરોપ લગાવ્યો છે. શમીની પત્નીએ સવારે ૯.૦૦ વાગ્યાથી લઈને ૧.૦૦ વાગ્યાની વચ્ચે આ મામલા સાથે જોડાયેલી લગભગ ૧૧ પોસ્ટ શેર અને રિ-શેર કરી છે, જેમાં તેણે શમીના અન્ય મહિલાઓ સાથેના વોટ્સએપ મેસેજીસને જાહેર કરી દીધા છે.

હસીનજહાંએ કયા કયા ખુલાસા કર્યા?
આ બધા મેસેજમાં મહિલાઓની તસવીરો અને અશ્લીલ વાતો પણ છે. જોકે એમાં એક પણ પોસ્ટમાં શમીના નામની ઓળખ દેખાતી
નથી, પરંતુ તેની પત્નીએ સ્પષ્ટ કર્યું છે કે આ ફેસબુક એકાઉન્ટ તેનું જ છે અને શમી હાલ ધર્મશાલામાં છે.

પોસ્ટમાં કોનો ઉલ્લેખ છે?
શમીની પત્ની હસીનજહાંએ આ પોસ્ની અંદર નાગપુર અને પાકિસ્તાન સાથે જોડાયેલી કેટલીક મહિલાઓનો ઉલ્લેખ કર્યો છે. એક મહિલા પાકિસ્તાનના કરાચીની જણાવાઈ રહીછે. આ પોસ્ટ્સની અંદર એ મહિલાઓના સ્પષ્ટ રીતે નામ પણ જણાવવામાં આવ્યાં છે, જ્યારે વધુ બે મહિલાઓનો પણ આ પોસ્ટમાં ઉલ્લેખ છે, જેમાંથી એક મહિલા સાથે ખુદ શમી ઊભેલો નજરે પડી રહ્યો છે. આ મહિલા સાંબામાં રહે છે.

હસીનજહાંએ ગંભીર આરોપ લગાવ્યા
મોહંમદ શમીની પત્ની હસનીજહાંએ શમી અને તેના પરિવાર પર ગંભીર આરોપ લગાવતાં કહ્યું કે શમીએ તેનું શારીરિક અને માનસિક રીતે સતત શોષણ કર્યું છે. હસીનજહાંએ કહ્યું કે દક્ષિણ આપ્રિકા પ્રવાસેથી પાછા ફર્યા બાદ પણ શમીએ તેની સાથે મારપીટ કરી છે. આ સાથે જ તેણે શમી અને તેના પરિવાર પર ગંભીર આરોપ લગાવતાં કહ્યું કે તેના પરિવારે તેને જાનથી મારી નાખવાની ધમકી આપી છે.

જ્યારે ફેસબુક પોસ્ટ પર શેર કરેલી પોતાની પોસ્ટ અંગે હસીનજહાંએ કહ્યું કે, ”શમી ઘણી બધી મહિલાઓ સાથે ગંદી અને અશ્લીલ વાતચીત કરે છે. જ્યારે મને શમીનો ફોન મળ્યો ત્યારે તે લોક હતો, પરંતુ ડિફરન્ટ પેટર્નનો ઉપયોગ કરતાં ફોન એક પેટર્નથી ખૂલી ગયો. આ રીતે મને સમગ્ર મામલાની જાણ થઈ અને મેં શમીની બધી કોલ ડિટેલ્સ અને સ્ક્રીનશોટ્સ હાંસલ કરી લીધા.”

હસીનજહાંએ જણાવ્યું કે કે જેવી શમીને ખબર પડી કે તેનો ફોન ગાયબ થયો છે, ત્યારે તે ભડકી ઊઠ્યો હતો. હવે મારા પર દબાણ કરાઈ રહ્યું છે કે એ બધી પોસ્ટને મારી ફેસબુક વોલથી પર હટાવી દેવામાં આવે.

૮ જાન્યુઆરીની કહાણી
હસીનજહાંએ કહ્યું, ”યુપીમાં મારી સાથે મારપીટ કરવામાં આવતી હતી. માનસિક અને શારીરિક રીતે મને હેરાન કરવામાં આવતી હતી. મોહંમદ શમીનો આખો પરિવાર મને ગાળો દેતો હતો. સવારે સૂર્યોદયથી લઈને રાત થવા સુધી શમીનો પરિવાર મને હેરાન-પરેશાન કરતો હતો. રાત્રે ૨.૦૦-૩.૦૦ વાગ્યા સુધી આ સિલસિલો ચાલતો હતો એટલું જ નહીં આ ઘટના બાદ મેં જાધવપુર થાણામાં હિંસા અંગેની જાણકારી આપી હતી. જોકે ત્યારે હું નહોતી ઇચ્છતી કે શમીના પરિવાર સામે કોઈ કાર્યવાહી થાય. કદાચ એ પરિવાર મારી હત્યા પણ કરી નાખત, કારણ કે તેઓએ મને મારી નાખવાની કોશિશ પણ કરી હતી.”

હસીનજહાંએ કહ્યું કે, ”મેં આ મામલે હજુ પોલીસ ફરિયાદ કરી નથી, પરંતુ ૮ જાન્યુઆરીએ તેની યુપીમાં ઘરેલુ હિંસા થઈ. ત્યાર બાદ હું કોલકાતા આવી અને અહીંના થાણામાં આ જાણકારી આપી.”

સોશિયલ મીડિયા પર વાતચીતના સ્ક્રીન શોટ્સ શેર કર્યા
આ કહેવાતા એકાઉન્ટથી સોમવારની રાત્રે સૌથી પહેલી પોસ્ટ કરવામાં આવી, જેમાં એક છોકરીની બે તસવીરોને અપલોડ કરીને પૂછવામાં આવ્યું કે આ છોકરીનું નામ (…) છે, એ નાગપુરમાં રહે છે. કોઈ તેને જાણે છે? ત્યાર બાદ શમીના મોબાઇલની વોટ્સએપ ચેટના સ્ક્રીન શોટ અને આ છોકરીની ત્રણ તસવીરો શેર કરવામાં આવી. જેમાં લખવામાં આવ્યું કે, જોઈ લો… છોકરાઓ સાથે કેવી વાતો કરે છે આ નાગપુરની છોકરી… શરમ વેચી નાખી છે આટલી નાની ઉંમરમાં…. મારા સેલિબ્રિટી પતિ ભારતીય ફાસ્ટ બોલર સાથે કેવી વાતો કરવામાં આવી છે. આ પોસ્ટને બે મંગળવારે રાત્રે બે વાર શેર કરવામાં આવી હતી. આ સિલસિલો અટક્યો નહીં. ફરી એક પાકિસ્તાની છોકરીની ચાર-પાંચ તસવીરો અને ત્રણ-ચાર વોટ્સએપ ચેટના સ્ક્રીન શોટને અપલોડ કરતાં લખવામાં આવ્યું, ”આ (…) છે. પાકિસ્તાનના કરાચી શહેરમાં રહે છે.” ત્યાર બાદ બંને પોસ્ટને લગભગ ચાર-પાંચ વાર શેર કરાઈ. જ્યારે શમીની એક છોકરી સાથેની બે તસવીરો અપલોડ કરતાં લખવામાં આવ્યું, ”આ (….) છે. જમ્મુ-કાશ્મીરના સાંબામાં રહે છે. એ પણ શમીની ગર્લફ્રેન્ડ છે. અંતિમ પોસ્ટમાં ફેસબુક મેસેન્જર ચેટના છ સ્ક્રીન શોટ અપલોડ કરાયા છે.

You might also like