11 વર્ષ બાદ RJD નેતા શાહબુદ્દીનની જેલમાંથી મુક્તિ

ભાગલપુરઃ બિહારના બાહુબલી આરજેડી નેતા મોહમ્મદ શાહબુદ્દિન આજે જેલમાંથી 11 વર્ષ બાદ મુક્ત થયો છે. સીવાનના ચર્ચિત તેજાબ કાંડમાં હાઇ કોર્ટ દ્વારા જામીન પ્રાપ્ત થયા બાદ સવારે તેને જેલ મુક્ત કરવામાં આવ્યો છે. થોડા દિવસ પહેલાં પત્રકાર રાજદેલ રંજનની હત્યાના આરોપ લગાવ્યા બાદ સીવાનમાં ભાગલપુર જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. જેલમાંથી મુક્ત થયા બાદ 1300 ગાડીઓનો કાફલો સીવાન તેને લેવા આવ્યો હતો.

શાહબુદ્દીનની જેલ મુક્તી સાથે જ સીવાનમાં ચુસ્ત બંદોબસ્ત તહેનાત કરવામાં આવ્યો છે. વિવિધ વિસ્તારોમાં સુરક્ષાકર્મીઓને તહેનાત કરવામાં આવ્યાં છે. રાજ્યમાં પહેલેથી જ કાયદો અને વ્યવસ્થા ખોરવાયેલા છે. અહીં ગુડારાજ ફેલાયેલું છે. ત્યારે શાહબુદ્દીની મુક્તિ સાથે રાજ્યમાં ગુનાઓ વધવાની શક્યતા છે. બીજેપીનું કહેવું છે કે જંગલ રાજના પ્રતિક રહેલા શાહબુદ્દીનના બહાર આવવાના સમાચાર મળતા જ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

જેલમાંથી બહાર આવ્યા બાદ શાહબુદ્દીને લાલૂ પ્રસાદને પોતાના નેતા ગણાવ્યાં છે. તેણે કહ્યું છે કે લાલૂ પ્રસાદ જ મારા નેતા છે. મારે તેમની છત્રછાયામાં રહેવું છે. હું મારી છબી કેમ બદલું? હું જેવો છું તેવા જ સ્વરૂપમાં 26 વર્ષથી લોકોએ મને સ્વિકાર્યો છે. બધા જ જાણે છે કે મને ફસાવવામાં આવ્યો છે. કોર્ટે મને જેલમાં મોકલ્યો અને હવે કોર્ટે જ મને મુક્ત કર્યો છે.

ઉલ્લેખનિય છે કે શાહબુદ્દીને બે ભાઇઓની એસીડ રેડીને હત્યા કરી હતી અને હત્યાકાંડના એક માત્ર સાક્ષી એવા તેમના ભાઇ રાજીન રૌશનની હત્યા કરવાના મામલે તે ભાગલપુર જેલમાં બંધ હતો. બેવડાં હત્યા કાંડમાં તેને ફેબ્રુઆરીમાં જ હાઇકોર્ટમાંથી જામીન મળ્યા હતા. જ્યારે બુધવારે સાક્ષીના હત્યાના આરોપમાં અદાલતે જામીન આપતા. તેની જેલ મુક્તી થઇ છે.

You might also like