મોઇન અલી સોશિયલ મીડિયામાં કટ્ટરપંથીઓનો શિકાર બન્યો

લંડનઃ ઈંગ્લેન્ડના ઓફ સ્પિનર મોઇન અલીએ ઓવલ ટેસ્ટમાં હેટટ્રિક લઈને પોતાની ટીમને દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટમાં જીત અપાવી હતી, પરંતુ એક તસવીરના કારણે મોઇન ટ્વિટર પર કટ્ટરપંથીઓનો શિકાર બની રહ્યો છે. મોઇન અલીએ સર વિવિયન રિચર્ડ્સનું ચિત્ર બનાવ્યું હતું, જેની ક્રિકેટ યુનાઇટેડ સંસ્થા દ્વારા હરાજી કરવામાં આવશે. આ સંસ્થા પ્રોફેશનલ ક્રિકેટર્સ માટે ફંડ એકઠું કરે છે. મોઇન અલીએ જેવો આ ફોટો ટ્વિટ કર્યો કે તરત જ તેણે ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. તેને કહેવામાં આવ્યું કે, ‘તસવીર ઇસ્લામમાં હરામ છે.’ મોઇન અલીએ વળતી ટ્વિટ કરીને જણાવ્યું, ”મહેરબાની કરીને ક્રિકેટ યુનાઇટેડને સમર્થન કરો અને મેં બનાવેલા સર રિચર્ડ્સના ડ્રોઇંગ પર બોલી લગાવો.”

You might also like