કોહલીને લઇને ઇંગ્લેન્ડના ખેલાડીઓનું નિવેદન, કહ્યુ ‘બબ્બર શૅર છે’

ઇંગ્લેન્ડના ઑલરાઉન્ડ મૉઇન અલીએ કહ્યુ કે, સરેના ડ્રેસિંગ રૂમની કેટલીક ધારણાઓ ત્યારે નિશ્ચિત રૂપે બદલાશે જ્યારે ‘બબ્બર શેર’ વિરાટ કોહલી આ ટીમની સાથે જોડાશે. મોઇને ટીમ ઇન્ડિયાના કેપ્ટનને આગામી મહિના કાઉન્ટીમાં રમાયેલા બહુચર્ચિત નિર્ણયને લઇને વાત કરી છે. સરેની ટીમના સ્થાનિય ખિલાડીઓના નામ જાણીતા નથી. જ્યારે આંતરરાષ્ટ્રીય ખિલાડીઓની જો વાત કરવામાં આવે તો, આ ટીમમાં સાઉથ આફ્રિકાના મોર્ને મોર્કલ, ટૉમ કુરેન, ડીન અલ્ગર તથા ઑસ્ટ્રેલિયાના મિશેલ માર્શ અને એરૉન ફિંચ છે.

આ નિર્ણય પર ઇંગ્લેન્ડના ઑલ રાઉન્ડર મોઇન અલીએ જણાવ્યું કે, ”હું સરેના કેટલાક ખેલાડીઓને જાણુ છું અને લોકો તેમના વિશે જેવુ વિચારે છે તેઓ તેવા નથી પરંતુ જો તેમના ડ્રેસિંગ રૂમમાં જો કોઇ વિચારે કે તે શેર છે. તો તેમણે ફરીથી વિચારવુ પડશે કારણ કે હવે બબ્બર શેર આવી રહ્યો છે.”

વાસ્તવમાં ઘણાં ખેલાડીઓ એવુ માને છે કે વિરાટ આક્રામક ખેલાડી છે પરંતુ ક્રિસ વૉક્સ અને મોઇને આ ધારણાને નકારી કાઢી છે. મોઇને જણાવ્યું કે, ”લોકો કોહલીને મેદાન પર જુએ છે અને ધારણા બાંધી લે છે કે તે ઘમંડી છે પરંતુ તે તદ્દન અલગ છે. તે સંપૂર્ણ રીતે જમીન સાથે જોડાયેલો વ્યક્તિ છે. ભારતમાં તેનું મોટુ નામ છે પરંતુ તેમ છતા તે મને ફોન કરીને મારા હાલચાલ પૂછે છે અને લંચ માટે પૂછે છે.”

વૉક્સે પણ આ અંગે જણાવ્યુ કે, ”તમારી વિરાટ જેવા ખેલાડી વિશે પોતાની ધારણા હોઇ શકે છે કે તે ખૂબ જ ઝનૂની છે, આક્રામક છે, હાર્ડ ક્રિકેટ રમે છે પરંતુ મેદાનની બહાર તે એકદમ શાંતચિત્ત છે અને તમે તેની સાથે કોઇપણ મુદ્દે વાતચીત કરી શકો છો.”

You might also like