પ્રખ્યાત અર્થશાસ્ત્રી ચક્રવર્તીએ મોદીની જીતને ફિલ્મી ગણાવી

નવી દિલ્હી : ઉત્તર પ્રદેશી એક ચૂંટણી રેલી દરમિયાન વડાપ્રધાન મોદીએ આર્થીક નીતિઓ મુદ્દે હાર્ડ વર્ક અને હાવર્ડની વાત કહીને પૂર્વ નાણા મંત્રી પી.ચિદમ્બરમ અને નોબલ વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન પર સવાલ પેદા કર્યા હતા. તેના દ્વારા વડાપ્રધાને તે વિશ્લેષણો પર નિશાન સાધ્યું હતું જેમાં કેહવામાં આવ્યું હતું કે નોટબંધીથી દેશી ઇકોનોમી પર ખરાબ અસર પડશે.

નોટબંધી બાદ ડિસેમ્બરમાં ટફ્ટ્સ યુનિવર્સિટીમાં પબ્લિક પોલીસીનાં પ્રોફેસર ભાસ્કર ચક્રવર્તીએ કેશ પર ભારતમાં ચિંતા નામથી હાવર્ડ બિઝનેસ રિવ્યુમાં એક લેખ લખ્યો હતો. જેના દ્વારા ભાસ્કરે નોટબંધીને નીતિગત્ત અસફળતા ગણાવી હતી. હવે 14 માર્ચને એક વખત ફરીથી હાવર્ડ બિઝનેસ રિવ્યુમાં પ્રકાશિત લેખમાં તેમણે વડાપ્રધાન મોદીને વિધાનસભા ચૂંટણીમાં મળેલી સફળતાને ફિલ્મી ગણાવાય છે.

ચક્રવર્તીએ લખ્યું કે, ચાર મહિના વીતી ચુક્યા છે. નિશ્ચિત રીતે દેશણાં આ દરમિયાન કેટલીક સમસ્યાઓ પેદા થઇ છે. આ નિર્ણયના ભ્રષ્ટાચાર પર શું અસર થઇ છે, તે જોવાનું હજી બાકી છે. પરંતુ વિધાનસભા ચૂંટણીમાં તેમને મળેલી અપાર સફળતાને તેમનાં અપ્રત્યક્ષ નિર્ણનું પરિણામ માનવામાં આવે છે. જો કે આ ફિલ્મી લાગે છે. સામાન્ય રીતે આ પ્રકારનાં કથન માટે બોલિવુડ જાણીતુ હોય છે.

જો કે ચક્રવર્તીએ નોટબંધીનો એક લાભ જરૂરી માનવામાં આવે છે કે તેનાથી દેશમાં ડિજિટલ પેમેન્ટનાં મુદ્દે ઇનોવેશન અને ક્રિએટીવિટીનું વાતાવરણ પેદા થયું છે. તેઓ કહે છે કે ચુકાદાથી અપ્રત્યક્ષ રીતે મોબાઇલ વોલેટ્સને લાભ થયો છે. કેન્દ્ર સરકારનાં આધાર લિંક્ડ ભીમ એપના મુદ્દે તેમણે કહ્યું કે તે સારૂ સમાધાન છે, જો તેની સર્વિસમાં સુધારો થયો હોય તો આગામી દિવસોમાં ભારત એક મોટુ માર્કેટ બનશે.

You might also like