મોદીના ડિજિટલ ઇન્ડિયા ફોર્મ્યુલામાં વાઘોને મળશે ‘હાઇ સિક્યુરિટી’

નવી દિલ્હીઃ પીએમ મોદીના મેક ઇન ઇન્ડિયા અને ડિજિટલ ફોર્મુલમાં દેશના 50 ટાઇગર રિઝર્વમાં વાઘોની સુરક્ષા થશે. એટલું જ નહીં જંગલોમાં ખોટી પ્રવૃત્તિ કરતા વનકર્મી અને ગેરકાયેદસર ઘૂસેલા લોકો મોબાઇલ સ્ક્રિન પર દેખાશે. દેહરાદૂન સ્થિત ભારતીય વન્ય જીવ સંસ્થાએ વાધોની મોનીટિંગ માટે નવા મોબાઇલ એપ એમ-સ્ટ્રાઇપ્સ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. કાન્હા ટાઇગર રિઝર્વમાં તેને શરૂ પણ કરી દેવામાં આવ્યું છે. 31 જાન્યુઆરીએ તેને જીમ કાર્બેટ નેશનલ પાર્ક ટાઇગર રિઝર્વમાં લોન્ચ કરવામાં આવશે.

ડિજિટલ ઇન્ડિયા કોન્સેપ્ટ પર દેશના તમામ ટાઇગર રિઝર્વની દરેક જગ્યાને ઓનલાઇન કરવામાં આવશે. અત્યાર સુધી ડેસ્ક ટોપ દ્વારા ગણતરીના વિસ્તારોનું જ ઓનલાઇન મોનિટરિંગ થતું હતું. પરંતુ હવે તમામ કામ મોબાઇલથી જ થશે. તેથી ફાયદો એ થશે કે કોઇ પણ અધિકારી ક્યાંથી પણ ટાઇગર રિઝર્વની કોઇ પણ જગ્યાએથી જોઇ શકાશે. જેનાથી વનાધિકારીયોની ખોટી પ્રવૃત્તિઓ પણ મોબાઇલ પર જોઇ શકાશે. સાથે જ જંગલમાં ઘુસનાર શંકાસ્પદ વ્યક્તિ પણ પકડાઇ જશે.

કાન્હા અને કાર્બેટ બાદ એપ ઓડિસાના સિમલી પાલમાં 7 ફેબ્રુઆરીએ લોન્ચ થશે. વિશ્વમાં વાધની સૌથી વધારે સંખ્યા ભારતમાં છે. જેથી આંતરરાષ્ટ્રીય વન્ય જીવ તસ્કરોની નજર ભારતીય જંગલો પર મંડાયેલી હોય છે. જેને પગલે નેશનલ વાઇલ્ડ લાઇફ ક્રાઇમ બ્યુરો પણ સચેત છે. આ એપ દ્વારા ટાઇગર રિઝર્વની દરેક ક્ષણનું મોનિટરિંગ થશે.

http://sambhaavnews.com/

 

You might also like