વડાપ્રધાન મોદીની ગુજરાયાત્રાની તડામાર તૈયારીઓ : પોલીસની જડબેસલાક સુરક્ષા

અમદાવાદ :  PM મોદી 10મી ડીસેમ્બરે બનાસકાંઠાના ડીસામાં આવી રહ્યાં છે. તેવામાં ભાજના મંત્રીઓ અને અગ્રણી નેતાઓ અધિકારીઓ સાથે ડીસમાં આવીને વિવિધ સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે. અને સુરક્ષાની તૈયારીઓનું નિરિક્ષણ કરી રહ્યા છે. મોદીની સુરક્ષા વ્યવસ્થામાં કોઇ કસર ન રહી જાય તે માટે મંત્રીઓ જાત તપાસ કરી રહ્યા છે.

PM ડીસામાં એરપોર્ટ પર જાહેર સભા, બનાસડેરીનાં ચીજ પ્લાન્ટ અને દેશી ગાયના દૂધની બ્રાન્ડ અને હની બ્રાન્ડને ખુલ્લી મુકવાના છે. ત્યારે PMના આગમનને લઇને ડીસા એરપોર્ટ પર તડામાર તૈયારીઓ ચાલુ કરી દેવાઈ છે. વિવિધ અધિકારીઓ સ્થળની મુલાકાત લઇ રહયા છે.

જ્યારે આજે રાજય મંત્રી અને ડેરી ચેરમેન શંકર ચૌધરીએ સ્થળની મુલાકાત લઇ સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યુ હતુ. સાથે સાથે કેશાજી ચૌહાણ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ભાજપના અગ્રણી નેતાઓ પણ હાજર રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસને 13860 કરોડનાં આરોપી મહેશ શાહને લઇ જવા માટે પણ તેને પોલીસ વર્દીમાં લઇ જવો પડ્યો હતો. તેવા સમયે વડાપ્રધાનની સુરક્ષા પોલીસ કેમ કરશે તે તો જોવુ જ રહ્યું.

You might also like