જે લોકોને જનતાએ ફગાવી દીધા છે તેઓ હવે સંસદ ઠપ્પ કરે છે : મોદી

બહરાઇચ : બહરાઇચમાં પરિવર્તન રેલીમાં ખરાબ હવામાનનાં કારણે ન પહોંચી શકેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જનતાને સંબોધિત કરવા માટે અનોખી પદ્ધતી શોધી કાઢી હતી. મોદીએ મોબાઇલ ફોનની મદદથી આ રેલીને સંબોધિત કરવાનું ચાલુ કર્યું હતું. જો કે ખરાબ સાઉન્ડ ક્વોલિટીનાં કારણે તેમને ભાષણ આપવામાં પરેશાની થઇ હતી.

ખરાબ હવામાનનાં કારણે વડાપ્રધાનનું હેલિકોપ્ટર બહરાઇચમાં ઉતરી શક્તું નહોતુ જેનાં કારણે હેલિકોપ્ટર લખનઉ પરત ફર્યું હતું. લખનઉથી જ વડાપ્રધાને ફોન પર જનસભા સંબોધિત કરી હતી. ત્યાર બાદ વડાપ્રધાન લખનઉથી દિલ્હી માટે રવાનાં થઇ ગયા હતા.
ભ્રષ્ટાચારીઓને સજા આપી રહી છે સરકાર

મોદીએ લોકોને સંબોધિત કરતા કહ્યુ કે, ભ્રષ્ટાચાર અને ખોટા કામ કરનારા લોકોને સરકાર સજા આપી રહી છે. આ સરકાર ગરીબોની સરકાર છે અને ગરીબોનાં હિતમાં કામ કરી રહી છે. અમારી સરકાર ગરીબોની ભલાઇ માટે પ્રતિબદ્ધ છે. જે લોકોએ કાળાનાણા જમા કર્યા છે અમારી સરકાર તેમની ભાળ મેળવી રહી છે. હંમેશા ઇમાનદારોનો જ વિજય થાય છે. ભ્રષ્ટાચારીઓ ભાગી નહી શકે.

યુપીમાંથી ગરીબી અને ગુંડારાજ દુર કરવાની જરૂર
યૂપી વિધાનસભા ચુંટણી અંગે મોદીએ કહ્યું કે ઉત્તરપ્રદેશને આગળ વધવાનું છે. ગરીબી અને ગુંડારાજને દુર કરવાનું છે. બીજી તરફ સમાજવાદી પાર્ટી અને બહુજનસમાજવાદી પાર્ટી પર નિશાન સાધતા મોદીએ કહ્યુ કે નોટબંધીના કારણે આ બંન્ને પાર્ટીઓને પરેશાન થવુ પડી રહ્યું છે.

જનતાએ ફગાવી દિધેલા લોકો સંસદ નથી ચાલવા દેતા
નોટબંધી અને વિપક્ષનાં વલણની આકરી ટીકા કરતા વડાપ્રધાને કહ્યું કે જે પાર્ટીઓને જનતાએ નકારી દીધી છે. તે પાર્ટીઓ હવે સંસદની કાર્યવાહી નથી ચાલવા દેતા.

અવાજ સ્પષ્ટ નહી આવતા હોબાળો
ફોન પર મોદીના ભાષણ દરમિયાન અવાજ સ્પષ્ટ નહી આવી રહ્યો હોવાનાં કારણે લોકોએ હોબાળો કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ખરાબ હવામાનનનાં કારણે બહરાઇચ ખાતેવડાપ્રધાનનું હેલિકોપ્ટર ઉતરી નહોતું શક્યું.જેના કારણે તેઓએ ફોનથી જ રેલી સંબોધિ હતી.

You might also like