રાહુલ ગાંધીએ મોદીના સૂટના રેકોર્ડ પર સાધ્યું નિશાન

નવી દિલ્હી: કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ રવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર તેમના સૂટનું ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં સમાવેશ થયો હોવા પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન મોદીના જબરદસ્ત બલિદાનનો પુરસ્કાર છે.

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કે, મોદીજીના મોટા બલિદાન માટે નાનો પુરસ્કાર. રાહુલ ગાંધીએ સુટ સાથે જોડાયેલ તે રીપોર્ટને પણ ટેગ કર્યો છે, જેણે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડે હરાજીમાં વહેચાયેલ સૌથી મોંઘો સુટ ગણાવ્યો છે.મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે ગત વર્ષે મુલાકાત દરમિયાન મોનોગ્રામવાળો સુટ પહેર્યો હતો. તેને લઈને વિવાદ થયો હતો. આ સુટે હરાજીમાં સૌથી મોંઘો વેચાનાર સુટ માટે ગિનીઝ બુક ઓફ રેકોર્ડ્સમાં પોતાનું નામ દાખલ કરાવ્યું છે.

નોંધનીય છે કે, આ સુટ પર ખુબ જ ઝીણા અક્ષરોમાં પટ્ટીઓ પર અંગ્રેજીમાં લખવામાં આવેલું નરેન્દ્ર દામોદર મોદી લખવામાં આવેલ છે. તેમના આ સુટને ગિનીઝ બુકમાં સ્થાન આપવામાં આવ્યું છે. અને તેને હરાજીમાં વહેચાયેલ દુનિયાનો સૌથી મોંઘો સુટ બની ગયો છે. પ્રધાનમંત્રી મોદીએ આ સુટ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાંની ભારત યાત્રા દરમિયાન પહેર્યો હતો. બાદમાં આ સુટને ગુજરાતના સુરતના રહેવાસી લાલજીભાઈ તુલસીભાઈ પટેલે હરાજી દરમિયાન ખરીદ્યો હતો. તેમણે આ સુટ માટે ૪ કરોડ ૩૧ લાખ ૩૧ હજાર ૩૧૧ રૂપિયામાં ખરીદ્યો હતો.

You might also like