જન્મદિવસે માંના આશિર્વાદ લેવા માટે ગુજરાત આવશે PM મોદી

અમદાવાદ : વડાપ્રધાન મોદી આ વર્ષે જન્મ દિવસે પોતાનાં માંના આશીર્વાદ મેળવશે. સપ્ટેમ્બરમાં આવી રહેલા પોતાનાં જન્મ દિવસ પ્રસંગે વડાપ્રધા મોદી ગાંધીનગર આવશે. 17મી સપ્ટેમ્બરે તેઓ પોતાનાં બા હીરાબાને મળશે અને પોતાનાં જન્મ દિવસ મનાવશે. સાથે આ જ દિવસે નર્મદા ડેમનાં લોકાર્પણનું આયોજન કરવાની કવાયત્ત વહીવટી તંત્રએ હાથ ધરી હોવાનું સુત્રોમાંથી માહિતી સાંપડી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી પોતાની ઓગષ્ટ યાત્રા રદ્દ કરી ચુક્યા છે. ઉપરાંત 15મી સપ્ટેમ્બર મુંબઇ – અમદાવાદ બુલેટ ટ્રેનનું જાપાન વડાપ્રધાનની હાજરીમાં ખાતમુહર્ત કરે તેવી શક્યતા છે. વડાપ્રધાન મોદી અને જાપાનનાં વડાપ્રધાન શિન્ઝો એબે સંભવિત સપ્ટેમ્બરમાં ગુજરાતની મુલાકાતે આવનાર છે.

જેના પગલે ગુજરાત અને જાપાન વચ્ચેનો વેપાર સંબંધ વધવા માટે મહત્વનું બની રહેશે. બંન્ને આ દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ડિનર ડિપ્લોમસી પણ કરશે.

You might also like