મોદી માદરે વતન આવશે, સાવચેતી માટે તંત્રે કેટલાક પ્રતિબંધો લગાવ્યા

વડાપ્રધાન મોદી ફરીથી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ વખતે તેઓ પોતાના માદરે વતન મહેસાણા જિલ્લાના વડનગર ખાતે જવાના છે, જેને લઈ જિલ્લા તંત્રએ તડામાર તૈયારીઓ કરી છે.

જો કે આ વખતે તંત્રે સાવચેતી માટેના પગલા પણ લીધા છે. મહેસાણા જિલ્લામાં વડાપ્રધાનની મુલાકાત પહેલા બે જાહેરનામા પ્રસિદ્ધ કરાયા છે. મહેસાણા જિલ્લા અધિક કલેકટર રમેશ મિર્ઝાએ જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે.

આ જાહેરનામા પર જાહેરસ્થળ પર 4 કરતા વધુ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ મુકાયો છે. આ જાહેરનામું 11 ઓકટોબર 2017 સુધી લાગુ પડશે. ઉપરાંત જાહેરનામામાં ઉલ્લેખ કરાયો છે કે પૂતળા કાઢવા કે પ્રદર્શન કરવા પર પણ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.

You might also like