મોદીના અયોધ્યા આવવા સાથે થશે રામમંદિર નિર્માણની જાહેરાત

અલ્હાબાદઃ પીએમ મોદીના કાર્યકાળમાં જ અયોધ્યા રામમંદિર બનશે. મોદીજી રામમંદિર નિર્માણની તીથીની જાહેરાત અયોધ્યામાં જ કરશે. સંતોને આ ક્ષણની જ રાહ હતી. શ્રીરામજન્મ ભૂમિ ન્યાસના અધ્યક્ષ મંહત નૃત્યગોપાલ દાસે બુધવારે વાતચીતમાં જણાવ્યું છે કે મોદીજી અત્યાર સુધી અયોધ્યા આવ્યાં નથી તેનું એક માત્ર કારણ છે.

તેમણે કહ્યું છે કે સોમનાથની જેમ જ રામમંદિરનું નિર્માણ જલ્દી શરૂ થશે. મંદિર નિર્માણ માટે ત્રણ ચતૃથાંશ પથ્થર તૈયાર થઇ ગયા છે. મુસ્લિમ સમુદાયના લોકોનો મંદિરના નિર્માણમાં અડચણરૂપ થવાનો કોઇ જ ઉદ્દેશ્ય નથી.

તેઓ આ કાર્યમાં સહયોગની ભાવના રાખે છે. રાજનીતિક દળો પોતાના સ્વાર્થ માટે હોબાળા કરે છે. રામ મંદિર નિર્માણ માટે મહા મહિનામાં મેળામાં સંત, મહાત્માઓની શિબિરોમાં અનુષ્ઠાન પૂજન કરવામાં આવશે. જેના પ્રભાવથી મંદિર નિર્માણની તીથિ જલ્દી જાહેર કરવામાં આવશે.

http://sambhaavnews.com/

You might also like