લાલ બત્તી પર મોદીની લગામ, 5 લોકો જ લગાવી શકશે લાલ બત્તી

નવી દિલ્હી: કેન્દ્રની મોદી કેબિનેટએ બુધવારે VVIP કલ્ચર વિરુદ્ધ એક મોટો નિર્ણય લીધો છે. આવનારી 1 મે થી હવે માત્ર 5 લોકો જ લાલ લાઇટનો ઉપયોગ કરી શકશે. હવે માત્ર રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયધીશ અને લોકસભા સ્પીકર જ લાલ લાઇટનો ઉપયોગ કરી શકશે.

કેબિનેટ દરમિયાન બીજા કેટલાક અન્ય નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. કેબિનેટએ 2013 લોકસભા ચૂંટણી મટે VVPAT મશીનો ખરીદવાની મંજૂરી આપી દીધી છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર ચૂંઠણી પંચે કેન્દ્ર સરકારની સામે આ પ્રસ્તાવ રાખ્યો હતો.

તમને જણાવી દઇએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ વીવીઆઇપી કલ્ચરને અલગ કરીને સામાન્ય ટ્રાફિકમાં લોકકલ્યાણ માર્ગથી લઇને દિલ્હી એરપોર્ટ સુધી મુલાકાત કરી હતી. ભારતની મુલાકાતે આવેલી બાંગ્લાદેશની પ્રધાનમંત્રી શુક્રવારે (7 એપ્રિલ) ના રોજ ભારત પહોંચી, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે જ એમની આગેવાની કરવા પહોંચી ગયા હતા.

પીએમ મોદી બાંગ્લાદેશની પ્રધાનમંત્રી શેખ હસીનાના સ્વાગત માટે પ્રોટોકોલ વિરુદ્ધ આઇજીઆઇ એરપોર્ટ પર જાતે પહોંચ્યા હતા. એ દરમિયાન માત્ર ડ્રાઇવર અને એક એસપીજી કમાન્ડો જ સાથે હતા.

http://sambhaavnews.com/

You might also like