JNU મુદ્દે સંસદનાં પાછા નહી હટવા માટેનો મોદીનો સંદેશ

નવી દિલ્હી : મંગળવારે ચાલુ થયેલા બજેટ સત્રમાં સરકાર જેએનયૂ મુદ્દે ડિફેન્સિવ નહી રહે. વડાપ્રધાન મોદીએ એનડીએને કહ્યું કે આ મુદ્દે કાંઇ પણ ખોટું નથી થયું. માટે રક્ષાત્મક થવાનું કોઇ જ કારણ નથી. ભાજપ અધ્યક્ષ અમિત શાહનું પણ આવું જ માનવું છે. એક અંગ્રેજી સમાચાર ચેનલનાં દાવા અનુસાર વડાપ્રધાન મોદીએ એનડીનાં તમામ નેતાઓને કહ્યું છે કે આ મુદ્દે અત્યાર સુધીમાં ઉઠાવાયેલા તમામ પગલા યોગ્ય હોઇ કોઇએ ડિફેન્સિવ થવાની જરૂર નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે આ મુદ્દે વિપક્ષે સરકારને ઘેરવા માટેની તૈયારી કરી રહ્યું છે. બજેટ સેશનનાં પહેલા દિવસે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનાં ભાષણ દરમિયાન જ સરકાર અને વિપક્ષ વચ્ચે ખેંચતાણ જોવા મળી હતી. જો કે વિદેશી મંત્રી સુષ્મા સ્વરાજ ચાલીને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સુધી પહોંચી અને બંન્ને વચ્ચે વાતચીત થઇ. અન્ય કોઇ વરિષ્ઠ મંત્રીને સોનિયા સાથે વાત કરતા જોવા નહોતા મળ્યા. તે અગાઉ સમાચાર હતું કે ભાજપનું માનવું છે કે આ મુદ્દે લોકોનો પણ સારૂ સમર્થન મળી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે મોદી પોતે આ મુદ્દે સંસદમાં દખલ કરી શકે છે.
જાણકારોનાં અનુસાર ભજાપ આ મુદ્દાને રાષ્ટ્રવાદ અને દેશદ્રોહ મુદ્દે ચર્ચા કરી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે ભાજપે આ મુદ્દે ચર્ચા માટે નોટિસ પણ ફટકારી છે. જાણકારોનાં અનુસાર ભાજપનાં નેતાઓનું માનવું છે કે આ મુદ્દે ભાજપે નોટિસ પણ આપી છે. જાણકારી અનુસાર ભાજપનાં નેતાઓનું માનવું છે કે રાષ્ટ્રવાદનાં મુદ્દે વિપક્ષ પણ વધારે કાંઇ બોલી શકે તેમ નથી.
અગાઉ મોદીએ પોતાનાંસંબોધનમાં કહ્યું હતું કે આજે સંસદનું બજેટ સત્ર ચાલુ થઇ રહ્યું છે. દેશનાં સવા સો કરોડ દેશવાસીઓની નજર સંસદ પર છે.

સંસદની કાર્યવાહીમાં રેલ્વે અને જનરલ બજેટ પર કેન્દ્રીત છે. આજે ભારતની વૈશ્વિક અર્થવ્યવસ્થામાં જે સ્થિતી બની છે તેનાં કારણે વિશ્વનું ઘ્યાન પણ ભારત દેશાં બજેટ સત્ર પર છે. ગત્ત ઘણા દિવસોથી તમામ દળો સાથે વિચાર વિમર્શ ચાલી રહ્યો છે. ઔપચારિકતાથે ઉપર ઉઠીને વિચાર વિમર્શ ચાલી રહ્યું છે. વન ટુ વનમાં પણ ઘણી વાતો થઇ રહી છે. મને વિશ્વાસ છે કે સંસદનાં સમયનો સદુપયોગ હશે. સાર્થક ચર્ચાઓ થશે. દેશનાં સામાન્ય નાગરિકોની જે આશાઓ અપેક્ષાઓ છે તેનાં પર ગહન ચિંતન થશે.

You might also like