જી-20 દરમિયાન બરાક ઓબામા સાથે થઇ શકે છે મોદીની મુલાકાત

નવી દિલ્હી : વડાપ્રધાન મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાની ચીનનાં બેઇજીંગમાં યોજાનારી જી-20 બેઠક દરમિયાન મુલાકાત થશે. ચોથી અને પાંચમી સપ્ટેમ્બરને યોજાનારી આ મુલાકાતમાં ઘણા મહત્વપુર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઇ શકે છે. આ દરમિયાન આતંકવાદ અને પરમાણુ પુરવઠ્ઠા સંગઠન (એનએસજી)નાં મુદ્દે પણ ચર્ચા થાય તેવી શક્યતાઓ છે.

જી-20 બેઠકમાં ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય મંત્રણાનો કાર્યક્રમ અમેરિકાનાં ડેપ્યુટી નેશનલ સિક્યોરિટી એડવાઇઝરની નવી દિલ્હીની મુલાકાત બાદ નક્કી કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમણે પીએમઓનાં વરિષ્ઠ અધિકારીઓ, વિદેશમંત્રીની સાથે નાણા મંત્રી અરૂણ જેટલી અને વિજમંત્રી પીયૂષ ગોયલનાં સાથે પણ ખાસ મુલાકાત યોજી હતી.

જી-20 શિખર સંમેલન પ્રસંગે ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વડાપ્રધાન મોદીની દ્વિપક્ષીય બેઠક થવાની સંભાવનાં છે. જેમાં ચીનની ઘુસણખોરી અને તેનાં પાકિસ્તાન સાથેનાં સંબંધો અંગે પણ ચર્ચા થાય તેવી શક્યતાઓ છે. અત્રે ઉલ્લેખનીય છેકે પાકિસ્તાન અને ચીન દ્વારા સંયુક્ત પેટ્રોલિંગ પણ LOC પર કરવામાં આવ્યું હતું. જેનો ભારત દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો.

You might also like