માલ્યાને એ જ જેલમાં રાખીશું કે જ્યાં ગાંધી-નેહરૂને રખાયા હતાં: PM મોદી

ન્યૂ દિલ્હી: ભાગેડુ વિજય માલ્યાએ બ્રિટનથી પ્રત્યાર્પણ મુદ્દે સોમવારનાં રોજ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે જવાબ આપ્યો હતો. આ મુદ્દે જ્યારે તેમને બ્રિટનની કોર્ટ દ્વારા ભારતની જેલો અંગે કરાયેલી ટીપ્પણી અંગે પ્રશ્ન પુછ્યો તો તેમણે આ અંગે સરકારનું વલણ સ્પષ્ટ કર્યું હતું. તેઓએ જણાવ્યું કે, જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રિટનનાં પ્રધાનમંત્રીને મળ્યાં હતાં તો તેમણે તેઓને ભારતનાં વલણ અને જેલ અંગે જાણકારી આપી હતી.

સુષ્મા સ્વરાજે પોતાનાં વિભાગનાં ચાર વર્ષનો સંપૂર્ણ અહેવાલ સામે રાખી રહી હતી. આ દરમ્યાન એક પત્રકારે તેઓને વિજય માલ્યાને ભારત પરત લાવવા અંગે પુછ્યું તો તેઓએ જણાવ્યું કે, જ્યાં સુધી વિજય માલ્યાનાં પ્રત્યાર્પણની વાત છે તો અમે તેનાં માટે અરજી મોકલી દીધી છે.

એક કેસને બેંકોએ માલ્યા પર કર્યો હતો કે જેઓને બેંક જીતી ગયેલ છે. તેમણે જણાવ્યું કે, તેઓ માલ્યાની રિકવરી કરી શકે છે. તેમજ જ્યાં સુધી ભારત મોકલવાની વાત કરવામાં આવે છે ત્યારે કોર્ટ એવું કહી રહી છે કે, અમે આપની જેલ તપાસવા માંગીશું.

ત્યારે સુષ્માએ કહ્યું, PMએ એમને કહ્યું કે, આપની કોર્ટે એમ કહ્યું કે અમે જેલ જોવાં જઇશું. તો હું આપને બતાવવા માંગું છું કે, “આ એ જ જેલ છે જ્યાં તમે મહાત્મા ગાંધી અને પંડિત નેહરૂ સહિતનાં મોટા નેતાઓને રાખ્યાં હતાં. જેથી આ જેલો અંગે કોઇ પણ પ્રકારનો સવાલ ઉઠાવવામાં ન આવે.”

ભારતમાં એક ડઝન કરતા વધારે બેંકો પાસેથી લોન લઇને ભાગેડુ વેપારી વિજય માલ્યાને હાલમાં જ બ્રિટનની એક કોર્ટ દ્વારા ઝટકો મળ્યો હતો. તેઓ લંડનમાં ભારતીય બેંકોની તરફથી દાખલ કરવામાં આવેલ 1.55 અબજ ડોલર એટલે કે 10 હજાર કરોડ રૂપિયાનો કેસ હારી ગયા હતાં.

You might also like