સ્ટેન્ડ અપ ઇન્ડિયા લોન્ચ કરીને દલિતો અને મહિલાઓને ગિફ્ટ આપશે મોદી

નોયડા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારના રોજ દિલ્હી સરહદથી નોયડામાં સ્ટેન્ડ અપ ઇન્ડિયા અભિયાનની શરૂઆત કરશે. આ દ્વારા પીએમ મોદી 5100 ઇ રીક્ષાનું વિતરણ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્ટેન્ડ અપ ઇન્ડિયા યોજના દ્વારા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના લોકો માટે અને મહિલાઓને 10 લાખથી લઇને એક કરોડ સુધીનું દેવું આપીને વેપાર વધારવાનું પ્રોત્સાહન આપવામાં આવશે. યોજના પ્રમાણે બધી વેપારી બેંક શાખાઓ ઓછામાં ઓછા આવા બે એવા પ્રકારના દેવા આપશે.


આટલું જ નહીં પીએમ મોદી કૌશલ વિકાસ કેન્દ્રનું ઉદઘાટન પણ કરશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી મોદી 5100 ઇ રીક્ષાને પણ ઝંડી આપશે. તેઓ લાભાર્થીઓ સાથે પણ મુલાકાત કરશે. પ્રધાનમંત્રી મોદીની નોયડા મુલાકાત પહેલા કેન્દ્રીય મંત્રી મહેશ શર્માએ સમીક્ષા કરી લીધી હતી.

You might also like