બલુચિસ્તાન સંભાળી નહી શકનાર પાકિસ્તાન કાશ્મીર કયા મોઢે માંગે છે : મોદી

કોઝીકોડ : કેરળનાં કોઝી કોડમથી વડાપ્રધાન મોદીએ ઉરી હૂમલા મુદ્દે પાકિસ્તાન પર શાબ્દિક પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે એશિયામાં પાકિસ્તાન જેવા એક દેશનાં કારણે આખુ એશિયા રક્તરંજીત થાય છે. તેમણે કહ્યું કે નવાઝ શરીફ હવે આતંકવાદીઓએ લખેલા ભાષણો દુનિયામાં ફરીફરીને વાંચી રહ્યા છે. પાકિસ્તાનનાં કાશ્મીર રાગ અંગે વળતો હૂમલો કરતા વડાપ્રધાને કહ્યું કે પહેલા તેઓ સિંધ, ગિલગિટ, ખેબર પખ્તુન અને બલૂચિસ્તાનને સંભાળે પછી કાશ્મીરની ચિંતા કરે.

આજે સાંજે વડાપ્રધાન મોદીએ જનસભા સંબોધિત કરી હતી. ભારત અને પાકિસ્તાનની વચ્ચે વધી રહેલા તણાવ અને ઉરી એટેક બાદ આ પહેલી વખત છે જ્યારે વડાપ્રધાન મોદી પોતાની પ્રથમ સભા સંબોધવા જઇ રહ્યા છે. બીજી તરફ સરકાર પર પાકિસ્તાન પર કાર્યવાહી કરવા માટેનું દબાણ પણ વધ્યું છે. તેવા સમયે તમામ લોકોની નજર વડાપ્રધાન મોદી પર તથા તેમની સભા પર છે.

વડાપ્રધાને જણાવ્યું કે હું વિશ્વનાં જેટલા પણ દેશો ફર્યો ત્યાં મે દરેક રાષ્ટ્રપ્રમુખનાં મોઢે ભારત અને કેરળનાં લોકોનાં વખાણો સાંભળ્યા છે. કેરળનું નામ સાંભળીને દેવોની નગરીની અનુભુતી આવે છે. હું જ્યારે જ્યારે પણ કેરળનો મહેમાન બન્યો છું લોકોએ મારૂ ખુબ જ ઉમળકા પુર્વક સ્વાગત કર્યું છે. આ બીજી વખત છે જ્યારે હું કેરળમાં આવ્યો છું. આ વખતે પણ તમારો ઉમળકો તેવોને તેવો જ છે.

You might also like