નાણા તો ધોળા ન થયા પણ મોઢા કાળા જરૂર પડી ગયા : મોદી

પુણે : વડાપ્રધાન મોદીએ મહારાષ્ટ્રનાં પુણેમાં શનિવારે મેટ્રોનાં ફેઝ -1 પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. શિલાન્યાસ બાદ વડાપ્રધાને એક સભાને પણ સંબોધી હતી. વડાપ્રધાન કહ્યું કે આપણે એવી યોજના બનાવવી જોઇએ, જેનો ફાયદો લાંબા સમય સુધી મળે. તેમણે કહ્યું કે નોટબંધી પણ એવો જ એક નિર્ણય છે.

દેશમાં કાળાનાણા રાખનારા લોકોને એમ હતું કે બેંકમાં પૈસા જમા કરાવવાથી તમામ નાણા સફેદ થઇ જશે. પરંતુ પૈસા તો સફેદ ન થયા તેમના મો કાળા થઇ ગયા. મોદીએ કહ્યું કે ખુબ જ જીગર સાથે લડાઇ ચાલુ કરી છે. મોદીએ સરકારનાં અર્બન મિશનનો ઉલ્લેખ કરતા કહ્તયું કે આના હેઠળ શહેરની નજીક રહેલા ગામડાઓનો વિકાસ કરવામાં આવશે.

આ પ્રસંગે વડાપ્રધાન કહ્યું કે હવે દેશાં લોકોને માત્ર હાઇવે નહી પરંતુ સાથે સાથે આઇવેઝ (ઇન્ફર્મેશનવેબ) પણ જોઇએ. લોકો માહિતી સાથે સીધા જોડાવા માંગે છે. ડિજિટલ ઇન્ડીયા અભિયાનમાંમાત્ર ગામડાઓ નહી પરંતુ ગામડાઓને પણ જોડવામાં આવશે. દેશનાં મહત્તમ લોકોને આ અભિયાન સાથે જોડવામાં આવશે.

નોટબંધીના નિર્ણય બાદ નાના માણસની ઇજ્જત આબરૂમાં એકાએક વધારો થઇ ગયો છે. મોટા મોટા લોકો પણ તેની પાસે આવવા લાગ્યા છે. 100ની નોટને લોકો પહેલા નાની સમજતા હતા. પરંતુ હવે તેની કિંમતમાં વધારો થઇ રહ્યો છે. તેમણે કહ્યું કે જુની સરકારો તેમના માટે જે સારા કામ છોડીને ગઇ છે તે હવે તેઓ પુરા કરી રહ્યા છે.

You might also like