નોટબંધી પછીના નહી પહેલાના 6 મહીનાનો અહેવાલ મંગાવો : કેજરીવાલ

નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભારતીય જનતા પાર્ટી (ભાજપા)ના સાંસદો અને ધારાસભ્યો પાસે 8 નવેમ્બરથી 31 ડિસેમ્બર સુધીની લેવડ દેવડનો અહેવાલ માંગવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્દેશ પર સવાલ ઉઠાવતા મંગળવારે કહ્યું કે વડાપ્રધાનને નોટબંધીની જાહેરાતથી 6 મહિના પહેલાની જાણકારી માંગવી જોઇએ.

આમ આદમી પાર્ટી(આપ)ના સંયોજકે ટ્વિટ કરીને કહ્યુ કે, નવ નવેમ્બર બાદ શું ? કૃપા કરીને આઠ નવેમ્બરથી છ માસ પહેલાનો અહેવાલ માંગો. મોદી પર હૂમલો કરતા કેજરીવાલે કહ્યું કે મોદીજીએ પોતાના મિત્રો અંબાણીઓ, અદાણીઓ, પેટીએમ અને બિગબજારની બેંકોની લેવડ દેવડનો અહેવાલ માંગવો જોઇે. મુખ્યમંત્રીએ લખ્યું કે એટીએમમાં પૈસા નથી.

મોદી સરકારે બિગ બજારમાં નવી નોટો મોકલી, તેની પાછળનું કારણ શું ? રોકડ તો એટીએમમાં મોકલવી જોઇએ કે પછી બીગબજારમાં. આપે નોટબંધીના કેન્દ્રના નિર્ણયની વિરુદ્ધમાં સોમવારે રાજધાનીના સેન્ટ્રલ પાર્કમાં જનસંવાદ આયોજીત કર્યો હતો. નોંધનીય છે કે, મોદીએ ભાજપ સાંસદો અને ધારાસભ્યો પાસે 8 થી 31 ડિસેમ્બર સુધીના બેંકોના વ્યવહારનો રિપોર્ટ 2017 સુધી પોતાના જિલ્લાધ્યક્ષોને આપવાના નિર્દેશો આપવામાં આવ્યા હતા.

You might also like