મહિલા જાસુસ મુદ્દે મોદી અને શાહની પુછપરછ કરવામાં આવે : આશુતોષ

નવી દિલ્હી : આમ આદમી પાર્ટી (આપ)નાં નેતા આશુતોષે ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ભારતીય જનતા પાર્ટીનાં અધ્યક્ષ અમિત શાહ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. આશુતોષે મહિલા પંચને અપીલ કરી કે મોદી મુખ્યમંત્રી હતા ત્યારે એક મહિલાની કથિત રીતે કરાવેલી જાસુસી અંગે તેમની પુછપરછ કરવા માટે અપીલ કરી હતી. પંચે આશુતોષની ફરિયાદ સ્વિકારી છે અને કાર્યવાહી કરવામાં આવશે તેવું આશ્વાસન પણ આપ્યું છે.

આશુતોષ 5 સપ્ટેમ્બરને મોકલાયેલા સમન બાદ ગુરૂવારે પંચની સમક્ષ હાજર થયા હતા. મહિલા પંચની ઓફીસ બહાર આવ્યા બાદ આશુતોષે જણાવ્યું કે હુ અહીં માત્ર એટલા માટે હાજર થયો કારણ કે મને મારા દેશ અને સંવિધાન તથા તેનાં દ્વારા સ્થાપિત સંસ્થા પર ભરોસો છે. મે તેમને કહ્યું કે તમારો પત્ર (સમન) મારા મૌલિક અધિકારોનું હનન છે. સંવિધાને મને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર આપ્યો છે.

રાષ્ટ્રીય મહિલા પંચે આશુતોષને દિલ્હીનાં બર્ખાસ્ત મંત્રી સંદીપ કુમારનાં સમર્થનમાં લખેલા એક લેખની વિરુદ્ધ સમન મોકલ્યું હતું. મહિલા પંચે આ લેખને મહિલાઓ માટે અપમાનજનક ગણાવ્યો હતો. આ લેખથી મહિલાઓને નીચુ જોણું થાય તેવો ગણાવ્યો હતો. સંદીપ કુમારનો ગત્ત મહિને એક સેક્સ વીડિયો બહાર આવ્યા બાદ મુખ્યમંત્રી કેજરીવાલે તેમને મંત્રીમંડળમાંથી કાઢ્યા હતા. જો કે આશુતોષે તેનો બચાવ કર્યો હતો.

You might also like