જમ્મુ કાશ્મીર તો છોડો PoK પણ ભારતનો હિસ્સો છે : મોદી

નવી દિલ્હી : કાશ્મીર મુદ્દે શુક્રવારે આયોજીત સર્વદળીય બેઠકમાં વડાપ્રધાને મહત્વનું નિવેદન આપ્યું હતું. વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) ભારતનો અભિન્ન હિસ્સો છે. વડાપ્રધાને કહ્યું કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર જમ્મુ કાશ્મીરનો અભિન્ન ભાગ છે. કાશ્મીર મુદ્દો પીઓકેનાં લોકોનાં સમાવેશ વગર તેનો ઉકેલ શક્ય નથી. વડાપ્રધાને કહ્યું એટલું જ નહી પરંતુ પીઓકેનાં લોકો જે બહાર રહી રહ્યા છેતેમને પણ મંત્રણામાં સમાવવા જોઇએ.

ઉલ્લેખનીય છે કે, અગાઉ લોકસભામાં કાશ્મીર હિંસા અંગે ચર્ચા દરમિયાન કહ્યું હતું કે પાડોશી દેશ પાકિસ્તાન સાથે હવે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પર જ ચર્ચા થશે. તેમણે જણાવ્યું કે કાશ્મીર મુદ્દે સરકાર તમામ પક્ષો સાથે મંત્રણા માટે તૈયાર છે. ગૃહમંત્રી અને નાણાપ્રધાન જેટલી શુક્રવારે સાંજે પાંચ વાગ્યે સર્વદળીય બેઠક મુદ્દે પત્રકાર પરિષદ યોજી હતી.

વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનની આકરી ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું કે પાકિસ્તાન આતંકવાદને પોષી રહ્યું છે તે જગજાહેર છે. આ આતંકવાદનાં કારણે જ હાલ જમ્મુ કાશ્મીરની પરિસ્થિતી વણસેલી છે. 1989થી અત્યાર સુધીની સુરક્ષા કર્મચારીઓની કાર્યવાહીમાં
– 34 હજાર એકે47 રાઇફલ મળી આવી છે.
– 5 હજારથી ઉપરનાં ગ્રેનેડ લોન્ચર મળ્યા છે.
– 90 લાઇટ મશીન ગન્સ મળી આવી છે.
– 12 હજારથી વધારે પિસ્તોલ મળી આવી છે.
– 3 એન્ટી ટેંક અને 4 એન્ટી એરક્રાફ્ટ ગન્સ મળી છે.
– 350થી વધારે મિસાઇલ લોન્ચર મળ્યા છે.
– આરડીએક્સ સહિત 63 હજાર કિલો વિસ્ફોટક, એખ લાખથી વધારે ગ્રેનેડ
– આ સમયમાં 5 હજારથી વધારે વિદેશી આતંકવાદી જે પાંચ બટાલીયન જેટલા છેને ઠાર કરવામાં આવ્યા છે.
તેમ છતા પણ આતંકવાદની વિરુદ્ધ અમારા કાયદા જેટલા માનવીય છે તેટલા વિશ્વનાં કોઇ પણ દેશમાં નથી. અમારી સરકાર અને અમારા સુરક્ષાદળોથી વધારે કોઇ આ પ્રકારની પરિસ્થિતીઓમાં સંયમ રાખે છે તેનાંથી વધારે કોઇ નથી રાખતું.

You might also like