કેબિનેટના ફેરબદલને મોદીએ ગણાવ્યું વિસ્તારણ

નવી દિલ્હીઃ મોદી કેબિનેટમાં આજે વિસ્તાર થઇ રહ્યું છે. કેબિનેટ ફેરબદલ પહેલા પ્રધાનમંત્રીએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું છે કે આ પરિવર્તન નહીં પરંતુ વિસ્ત્રરણ છે. પરીક્ષણ માટે બ વર્ષ પૂરતા હોય છે. અમારો ધ્યેય રોજગારી વધારવાનો છે. તમામ નવા મંત્રી સવારે 11 વાગ્યે શપથ ગ્રહણ કરશે.

કેબિનેટમાં 10 રાજ્યોના 19 નવા ચહેરાઓના પ્રવેશનો રસ્તો સ્પષ્ટ થઇ ગયો છે. ઉત્તરપ્રદેશના અનુપ્રિયા પટેલ, મહેન્દ્ર નાથ પાંડ્યે અને કૃષ્ણરાજને મંત્રીમંડળમાં શામેલ કરવામાં આવ્યા છે. બે વર્ષના કાર્યકાળમાં પ્રધાનમંત્રીએ બીજી વખત નરેન્દ્રમોદીએ મંત્રિમંડળનું મંગળવારે વિસ્ત્રરણ કર્યું હતું. મળતી માહિતી પ્રમાણે ખાતરી તબક્કે આરએસએસ સાથે ચર્ચા કર્યા પછી બીજેપી અધ્યક્ષ અમિત શાહએ નાણામંત્રી અરૂણ જેટલી સાથે વાતચીત કરીને 19 નવા ચહેરાઓના નામ નક્કી કર્યા છે.

પ્રધાનમંત્રીનું મુખ્ય ફોકસ એનર્જી, એક્સપીરિયંસ અને અક્સપરટાઇઝ પર છે. મળતી માહિતી મુજબ કેબિનેટમાં 19 નવા ચહેરાઓ છે જે 10 અલગ અલગ રાજ્યોમાંથી છે. જેમાં બે એસટી, પાંચ એસપી, બે માઇનોરિટી અને બે મહિલા મંત્રીઓને સમાવવામાં આવી છે.

મોદી સરકારે આ વખતે નવા મંત્રીઓની પસંદગી વખતે શૈક્ષણિક યોગ્યતા પર પણ ખાસ ધ્યાન આપ્યું છે.  મંત્રીઓની યાદીમાં શુમાર મહેન્દ્ર નાથ પાંડેય બનારસ હિંદૂ વિશ્વવિદ્યાલયમાંથી પીએચડી કર્યું છે. જ્યારે સુભાષ રામરાવ ભામબ્રે કેન્સર સર્જરીમાં સુપર સ્પેશ્યિલિસ્ટ રહી ચૂક્યા છે.

 

You might also like