મોદી દ‌. કોરિયાના બે દિવસના પ્રવાસેઃ આજે મળશે ‘સિયોલ શાંતિ પુરસ્કાર’

(એજન્સી) નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના દ‌િક્ષણ કોરિયાના પ્રવાસે પહોંચી ચૂક્યા છે. લોટે હોટલમાં તેઓ ભારતીય સમુદાયના લોકોને મળ્યા. અહીં તેઓ રાષ્ટ્રપતિ મૂન જે-ઇન સાથે સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનર‌િશપને મજબૂત કરવાના મુદ્દે વાતચીત કરશે.

મોદીને ‘સિયોલ શાંતિ પુરસ્કાર’થી પણ સન્માનિત કરાશે. ૧૯૮૮માં સિયોલ ઓલિમ્પિકના સફળ આયોજન બાદ આ પુરસ્કાર શરૂ કરાયા હતા. મોદી આ સન્માન મેળવનાર ૧૪મા વ્યકિત છે.

મોદી ઇન્ડિયા-કોરિયા બિઝનેસ સિમ્પો‌િઝયમને સંબોધિત કરશે. ત્યાર બાદ દ્વિપક્ષીય સ્ટાર્ટઅપ હબને લોન્ચ કરવા ઉપરાંત ઇન્ડિયન કોમ્યુનિટી સાથે વાતચીત પણ કરશે. લોકસભાની ચૂંટણીઓ પહેલાં મોદીનો આ અંતિમ વિદેશ પ્રવાસ છે.

મોદી ભુતાન યાત્રા પર જાય તેવી પણ ચર્ચા ચાલી રહી છે. દ‌િક્ષણ કોરિયાઇ રાજનાયકે સિયોલમાં કહ્યું કે ર૦૧૭માં સત્તા મેળવ્યા બાદ રાષ્ટ્રપતિ મૂને દેશના પારંપરિક ફોકસ ઉપરાંત દ‌િક્ષણ એશિયાઇ નીતિ હેઠળ ભારતને પણ તેમાં સામેલ કર્યું હતું, જેમાં હાલમાં યુએસ, જાપાન, ચીન અને રશિયા સામેલ છે.

You might also like