જાણો લોકસભા સહિત 10 રાજ્ય જીતવા માટે PM મોદીએ બનાવ્યો આ પ્લાન..

દેશની જનતાને 2014 ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ભાજપની સરકારને 60 મહીના માટે સત્તા સોંપી દીધી હતી. પરંતુ હવે મે-2019 પહેલા ડિસેમ્બર 2018માં રમાનારી સેમિફાઇનલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જનતાની અદાલતમાં બીજી વખત જનાદેશ પર મહોર લગાવાની તૈયારી કરી રહ્યા છે.

એક મળતા અહેવાલ મુજબ ભાજપે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છતીસગઢની વિધાનસભાની ચૂંટણી સાથે-સાથે લોકસભાની ચૂંટણી યોજવાનું મનોમન વિચારી લીધું હોય તેવું લાગી રહ્યું છે. દેશમાં પ્રથમ વખત ચૂંટણીને લઇને મોટા પાયે ફેરફાર કરવાની સંભાવના જોવા મળી રહી છે.

આગામી વિધાનસભાની સાથે જ લોકસભાની ચૂંટણી યોજવાનું કેન્દ્ર સરકાર વિચારણા કરી રહી છે. જેના માટે ભાજપ શાસિત મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડની સરકારને બરખાસ્ત કરવાનું ભાજપ વિચારી રહી છે. એટલે કે અહીં પણ 10 થી 11 મહિના અગાઉ ચૂંટણી યોજવાની તૈયારી કરવામાં આવી રહી છે.

આમ જુઓ આ ત્રણ રાજ્યોની ચૂંટણી આગામી વર્ષ 2019ના ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાશે. જો આ ત્રણ રાજ્યોમાં પણ ચૂંટણી યોજાશે તો એક સાથે છ રાજ્ય સહિત લોકસભાની ચૂંટણી યોજવાની તૈયારી કરવામાં આવી રહી છે.

ભાજપ શાસિત રાજ્યોની આ છ રાજ્યની વિધાનસભાની ચૂંટણી સાથે એનડીએ પોતાના સહયોગી એવા ચંદ્રબાબુ નાયડુની ટીડીપી અને ચંદ્રશેખર રાવની તેલગાંણા પાર્ટીને પણ સમય કરતા પહેલા ચૂંટણી માટે મનાવવાની તૈયારી કરી રહી છે. જેના માટે આંધ્ર પ્રદેશ અને તેલગાંણામાં પણ પાંચ મહિના પહેલા લોકસભા ચૂંટણી સાથે વિધાનસભાની ચૂંટણી સંભવ બને.

આમ સિક્કિમમાં પણ પાંચ મહિના પહેલા ચૂંટણી કરાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. આમ લોકસભા અને આ નવ રાજ્યની સાથે બિહારના સીએમ નીતિશ કુમાર પણ વિધાનસભા ચૂંટણી યોજવા તૈયાર થઇ શકે છે. આમ, એક મળતાં અહેવાલ મુજબ ડિસેમ્બરમાં જ લોકસભા ચૂંટણી સાથે 10 રાજ્યની વિધાનસભા ચૂંટણી યોજવાની શક્યતાઓ જોવા મળી રહી છે.

આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી સાથે 10 રાજ્યોની વિધાનસભા ચૂંટણી યોજવાની તૈયારી કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. આમ પીએમ મોદીના ટ્રમ્પ કાર્ડથી ભાજપ શાસિત રાજ્યોમાં સત્તા વિરોધી લહેર શાંત પડી જશે.

You might also like