સૂત્રોચ્ચારથી માનનું ગળું સૂકાતાં મોદીએ પાણી પાયું

નવી દિલ્હી : લોકસભામાં આજે તે સમયે ખૂબજ જબરદસ્ત સીન જોવા મળ્યો જયારે સરકારના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી રહેલા ‘આપ’ સાંસદ ભગવંત માનને વડાપ્રધાન મોદીએ પાણી પીવડાવ્યું આ જબરદસ્ત માહોલ ત્યારે જોવા મળ્યો જયારે વડાપ્રધાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહેલા ‘આપ’ના સભ્ય ભગવંતસિંહ માનને બેચેની અનુભવાઇ તો નરેન્દ્ર મોદીએ તેને પોતાનો પાણીનો ગ્લાસ પકડાવી દીધો માને પાણી પીધા બાદ વડાપ્રધાનના આ ભાવને હસીને આભાર માન્યો અને સંસદમાં હાજર રહેલા સભ્યોએ ટેબલ પર હાથ મારીને તેનું સ્વાગત કર્યુ.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સહિત વિપક્ષી સભ્યો પણ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના કાર્યાલયમાં સીબીઆઇ દ્વારા કરેલા દરોડાનો વિરોધ કરીને કો઼ગ્રેસ તથા તૃલમૂલના સભ્યોની સાથે આસન સમક્ષ આવી તે સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા માનના હાથમાં પત્રિકાઓ હતી. અને વડાપ્રધાન હોશ મે આઓ એવા સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા.તેઓ સીટની સમક્ષ સતા પક્ષ તરફ વડાપ્રધાન મોદીથી થોડાક જ ડગલા દૂર ઊભા હતા.

ત્યારે સૂત્રોચ્ચાર કરતા કરતા ભવગંત માનને બેચેની અનુભવવા લાગી તો તેની નજર આસપાસ પાણી શોધવા લાગી પ્રથમ તેઓએ વિદેશમંત્રી સુષ્માસ્વરાજ તરફ જોયું અને ત્યારબાદ ગંભીર મુદ્રામાં બેઠેલા વડાપ્રધાન મોદીએ પોતાના ટેબલ પરથી પાણીનો ગ્લાસ માનને આપ્યો.

ભવગંત માને તેના હાથથી ગ્લાસ લઇને પાણી પીધું ત્યારબાદ ખાલી ગ્લાસ ટેબર પર મુકયો જેને વડાપ્રધાને ઢાંકી દીધો સંસદનો એક કર્મચારી ખાલી ગ્લાસ લઇને ચાલ્યો ગયો તેના સ્થાન પર પાણીથી ભરેલો ગ્લાસ રાખ્યો ભગવંત માને હસીને આ ભાવ માટે વડાપ્રધાનની તરફ જોયું તો વડાપ્રધાન અને સુષ્માજી પણ હસ્યા.

You might also like