મોદીને લીધી સાંસદોની પાઠશાળા, 2 વર્ષનો આપ્યો ટારગેટ

નવી દિલ્હીઃ બીજેપી સાંસદીય દળની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાંસદોને ગામડાઓમાં જઇને સરકારી યોજનાઓનો પ્રચાર કરવા જણાવ્યું છે. પીએમએ સાંસદોને જણાવ્યું છે કે તેઓ મતદાતાઓનો સંપર્ક કરે અને તેમને સરકાર દ્વારા સામાન્ય માણસ માટે શરૂ કરવામાં આવેલી યોજનાઓ અંગે માહિતી આપે. મોદીએ જણાવ્યું છે કે 3 કરોડથી વધારે લોકોએ મુદ્રા બેંક યોજનાનો લાભ લીધો છે. વિવધ સરકાર પોતાના કામ અંગે પ્રચાર કરે છે. તો આપણે કેમ પ્રચાર ન કરવો જોઇએ.

નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે તેમના બે વર્ષ પૂર્ણ કર્યા છે. જેને પગલે પાર્ટી સાંસદોને વિવધ યોજનાના પ્રચારની સલાહ આપવામાં આવી છે. તેમણે સાંસદોને જણાવ્યું છે કે તેમે સરકારની વિવિધ યોજનાઓને સામાન્ય લોકો સુધી પહોંચાડો અને તે અંગે લોકોને માહિતગાર કરો. પ્રધાનમંત્રીએ એનડીએ સરકારની યોજનાઓ અને ઉપલબ્ધિઓ પર પ્રકાશ પાડતા જણાવ્યું છે કે 3 કરોડ 18 લાખ લોકોને ગેસ કનેક્શન આપવામાં આવ્યું છે. જ્યાં સુધી જનતાને તે અંગે જણાવવામાં નહીં આવે ત્યાં સુધી તે અંગે તેમને કેવી રીતે માહિતી પ્રાપ્ત થશે.

પૂર્વ યુપીએ સરકાર પર નિશાનો સાધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે જૂની સરકાર પોતાની યોજનાઓનો પ્રચાર કરે છે. ત્યારે તમે લોકો સાચી બાબતોની માહિતી તો લોકો સુધી પહોંચાડો. પ્રધાનમંત્રીએ સાંસદોને સીધા સવાલ પૂછતા ઉર્જા ઉત્સવની ઉજવણની વાત લોકો સુધી પહોંચાડી છે કે નહીં તે અંગે પણ પ્રશ્ન પૂછ્યો છે.

 

 

You might also like