મોદીનાં 1 કલાકનાં મેગા શોમાં રાજકોટને ગાંડુ કર્યું : લાખો લોકો રસ્તા પર ઉતર્યા

રાજકોટ : આજીડેમ ખાતે જાહેરસભા સંબોધ્યા બાદ મોદીએ મેગા રોડશોનો પ્રારંભ કર્યો હતો. આ રોડશોમાં મોટા પ્રમાણમાં જનમેદની ઉમટી પડી હતી. આજીડેમથી એરપોર્ટ સુધી 9 કિલોમીટરનો મેગા રોડ શો જોવા માટે શહેરમાં લોકો ઉમટી પડ્યા હતા. રોડ શોનાં રોડને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યો હતો. તો બીજી તરફ રોજકોટમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પણ પાણી ભરાયું હતું. તેમ છતા પણ રોડ શો યોજવામાં આવ્યો હતો.

રોડ શોને જોવા માટે લાખોની જનમેદની રસ્તા પર ઉમટી પડી હતી. 9 કિલોમીટરનો આ શો એક કલાક સુધી ચાલ્યો હતો. જેનાં લાખો લોકો સાક્ષી બન્યા હતા. આજીડેમથી છેક એરપોર્ટ સુધી 9 કિલોમીટરનાં રોડમાં લાખો લોકોનું અભિવાનદ વડાપ્રધાને જિલ્યું હતું. આજીડેમ ચોકડીથી ભાવનગર રોડ, પારેવડી ચોક, કૈસર એ હિન્દ પૂલ, સિવિલ હોસ્પિટલ ચોક, ચૌધરી હાઇસ્કુલ, બહુમાળી ભવન, જિલ્લા પંચાયત સર્કલ અને કિસાનપરા થઇને એરપોર્ટ સુધીનાં 9 કિલોમીટરનાં રોડ શો માટે સમગ્ર રૂટ પર સુશોભન કરવામાં આવ્યું હતું.

સ્વાગત માટે પ્લેટફોર્મ્સ અને સેલ્ફી પોઇન્ટ ઉભા કરાયા હતા. રોડશોમાં 10 હજારથી વધારે બાઇક પર હજારો યુવાનો જોડાયા હતા. વડાપ્રધાન મોદી ઉપરાંત મુખ્યમંત્રી રૂપાણી, નાયક મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્ર રાજ્ય મંત્રીઓ અને ધારાસભ્યો પણ મોટા પ્રમાણમાં જોડાયા હતા.

You might also like