દેશભરમાં PMDRF ફેલો સાથે મોદીએ કરી મુલાકાત

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન ગ્રામીણ વિકાસ ફેલોશિપ (પીએમઆરડીએફ) હેઠળ અલગ અલગ જિલ્લાઓમાં કામ કરી રહેલા ફેલો સાથે મુલાકાત કરી હતી. મોદીએ સ્કીમ હેઠળ કામ કરી રહેલા 200થી વધારે યુવાનો સાથે મુલાકાત કરી હતી. મોદીએ વડાપ્રધાન ગ્રામીણ વિકાસ ફેલોને વધારે સુધારવા માટે ટિપ્પણીઓ અને સલાહ સુચનાઓ માંગી હતી. તેઓએ તે ભાગીદારોનાં પણ વખાણ કર્યા હતા જેઓ સહકર્મચારીઓ અને પરિવારનાં દબાણને સહન કરીને દેશનાં ગ્રામીણો અને પછાત ક્ષેત્રોમાં સમર્પણ અને ભક્તિની સાથે કામ કરી રહ્યા છે.
આ ગ્રામીણ વિકાસ ફેલોનાં લગભગ 230 સભ્યોની સાથે વાત કર્યા બાદ મોદીએ કહ્યુ કે અત્યાર સુધી તેમને જે પ્રતિક્રિયાઓ મળી અને જે આજે પ્રસ્તુતિ થઇ તેમાં લોકોનાં ઉત્સાહનમાં થયેલી ભાગીદારી મુખ્ય છે. આ દરમિયાન મોદીએ સ્ક્રિપ્ટિંગ ચેન્જ નામનાં એક પુસ્તકનું વિમોચન પણ કર્યું હતું. જેમાં વડાપ્રધાન ગ્રામીણ વિકાસ ફેલોઝ દ્વારા દેશભરમાં કરવામાં આવેલા કામની વિગતો પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી બિરેન્દ્રસિંહ પણ હાજર રહ્યા હતા.

You might also like