જી-20 શિખર સંમેલનમાં ભાગ લેવા પહોંચ્યા મોદી, જિનપિંગ સાથે કરી મુલાકાત

હાંગઝોઉ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી 20માં ભાગ લેવા માટે હાંગઝોઉ પહોંચ્યા અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી. બંને નેતા વચ્ચે દ્વીપક્ષીય વાર્તા પણ થઇ. ત્રણ મહિનાની અંદર આ બંને નેતાની બીજી વખત મુલાકાત છે. આ અગાઉ બંને મહાનુભાવોએ તાશકંદમાં શાંઘાઈ સહયોગ સંગઠનની બેઠક નિમિત્તે વાટાઘાટો કરી હતી.

શનિવારે ચીન પહોંચ્યા પછી વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે મોદીના આગમન માટે ટ્વિટ કરતાં કહ્યું કે, ‘હનોઇમાં સવાર, હાંગઝોઉમાં રાત.’ મોદીએ વિયતનામાં બે દિવસના પ્રવાસ પછી અહીં પહોંચ્યા છે. દ્વીપક્ષીય વાર્તામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કિર્ગિસ્તાનના બિશકેકમાં ચીની દૂતવાસમાં થયેલા વિસ્ફોટની નિંદા કરી હતી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે ટ્વિટ કર્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી. બંને નેતા વચ્ચે આ બેઠક કેટલાક વિવાદીત મુદ્દાની પૃષ્ઠભૂમિમાં થઇ છે. જી 20 શિખલ સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમેરિકા રાષ્ટ્રપતિ બરાક ઓબામા, ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ ઉપરાંત અન્ય દેશોના નેતા આર્થિક વૃદ્ધિ અને વેપાર વધારવા માટે જરૂરી વૈશ્વિક સહયોગ પર ચર્ચા કરશે. મોદી ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી મેલકમ ટર્નબુલ અને સાઉદી અરબના નાયબ શહજાદા મોહમ્મદ બિન સલમાન સાથે પણ દ્વીપક્ષીય વાતચીત કરશે.

નોંધનીય છે કે નરેન્દ્ર મોદી બે દિવસના વિયેતનામાનાં પ્રવાસે હતાં. આ પ્રવાસમાં બંને દેશ વચ્ચે અનેક મહત્વની સમજૂતી થઈ છે. વિયેટનામ અને ભારત વચ્ચે મહત્વના ૧ર કરાર પર હસ્તાક્ષર થયા હતા. મોદીએ વિયેટનામને સંરક્ષણ માટે ૫૦ કરોડ ડોલર એટલે કે રૂ.૩૩૨૮ કરોડ આપવાની જાહેરાત કરી હતી.

You might also like