‘તેમનો’ આતંકી ‘મારો’ આતંકી નથી તેવી ધારણા છોડી દો: મોદી

વોશિંગટન: અમેરિકામાં ચાલી રહેલા પરમાણુ સુરક્ષા સમિટ સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કડક શબ્દોમાં કહ્યુ હતું કે,’આ ધારણા છોડી દો કે ‘તેમનો’ આતંકી ‘મારો’ આતંકી નથી.

પીએમ મોદીએ કહ્યું,’ આતંકવાદનું વૈશ્વિક નેટવર્ક છે. પરંતુ હજુ પણ આપણે આ ખતરાનો સામનો કરવા માટે રાષ્ટ્રીય સ્તર પર પ્રયત્ન કરી રહ્યા છીએ’. તેઓએ  વધુમાં જણાવ્યું કે, ‘પરમાણુ સુરક્ષા એક સ્થાયી રાષ્ટ્રીય પ્રાથમિકતા હોવી જોઇએ. બધા રાજ્યોને સંપૂર્ણપણે તેની આંતરરાષ્ટ્રીય જવાબદારીઓનું પાલન કરવું જોઈએ’.

50 દેશોના પ્રતિનિધીઓને સંબોધિત કરતાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે, આતંકવાદ ધીરે ધીરે વધ્યો છે, આતંકવાદી 21મી સદીની ટેકનીકનો ઉપયોગ કરી રહ્યો છે.

બે દિવસની પરમાણુ સુરક્ષા સમિટના ઔપચારિક ઉદઘાટન હેઠળ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા દ્વારા વ્હાઇટ હાઉસમાં આયોજિત કરવામાં આવેલા રાત્રિભોજન દરમ્યાન મોદીએ કહ્યું હતું કે “પરમાણુ સુરક્ષા એક બંધાઈ રાષ્ટ્રીય પ્રાથમિકતા રહેવી જોઇએ. બધા દેશોએ તેમના આંતરરાષ્ટ્રીય કર્તવ્યોનું સંપૂર્ણપણે પાલન કરવું જોઇએ”. વ્હાઇટ હાઇસમાં રાત્રિભોજન દરમ્યાન મોદી ઓબામાની આગળની સીટ પર જ બેઠા હતાં. આ ભોજનમાં 20 થી વધારે દેશોના પ્રમુખ હાજર હતાં.

પરમાણુ સુરક્ષા પર યુએસ પ્રમુખની પહેલ માટે તેમની પ્રશંસા કરતાં મોદીએ વધુમાં કહ્યું હતું કે ઓબામાનો વારસો આગળ સુધી ચાલુ રાખવો જોઈએ.

પીએમ મોદીએ કહ્યું કે, “પરમાણુ સુરક્ષાને વિશેષ તરીકે રૂપરેખા કરીને ઓબામાએ વૈશ્વિક સુરક્ષાને મોટું પ્રદાન આપ્યું છે”. આતંકવાદના કારણે દુનિયામાં આવેલા સંકટ માટે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે બ્રસેલ્સ પર થયેલો હુમલો જણાવે  છે કે પરમાણુ સુરક્ષા પર આતંકવાદના કારણે થયેલો ખતરો કેટલો વાસ્તવિક અને તાત્કાલિક છે.

પીએમ મોદીએ આતંકવાદના એ ત્રણ સમકાલીન પાસાઓ દર્શાવ્યા, જેના પર દુનિયાના લોકોએ ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. પીએમ મોદીએ કહ્યું કે આતંકવાદ આત્યંતિક હિંસાનો ઉપયોગ યુદ્ધભૂમિની જેમ કરે છે.

તેમને કહ્યું કે, “હવે આપણે ગુફામાં છુપાયેલા માણસને નથી શોધતા, હવે આપણને એ આતંકીની શોધ છે, જે શહેરમાં હાજર છે અને જેની પાસે એક કોમ્પ્યુટર અને સ્માર્ટફોન છે. પરમાણુ તસ્કરો અને આતંકીયોની સાથે મળીને કામ કરનાર સરકારી તત્વ સૌથી મોટો ખતરો ઉત્પન્ન કરે છે. આતંકવાદને વિકસિત થનારી વાત કહેતા પીએમ મોદીએ જણાવ્યું કે આતંકી 21મી સદીની ટેકનીકનો ઉપયોગ કરી રહ્યો છે. પરંતુ આપણી પ્રતિક્રિયા હજુ જૂના જમાનાની છે”. પીએમ મોદીએ કહ્યું કે આતંકવાદીની પહોંચ અને શ્રૃંખલા વૈશ્વિક છે પરંતુ દેશોની વચ્ચે સ્વાભાવિક સહયોગ નથી.

મોદીએ કહ્યું કે, “આ ધારણા છોડી દો કે આતંકવાદ એ કોઇ બીજાની સમસ્યા છે અને તેમનો આતંકી એ મારો આતંકી નથી”. પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય સમુદાયને કહ્યું કે “આતંકવાદી નેટવર્ક વૈશ્વિક તરીકે મજબૂત છે. પરંતુ આ ખતરાનો સામનો કરવા માટે આપણે હજુ પણ રાષ્ટ્રીય સ્તર પર કામ કરીએ છીએ”.

You might also like