વ્યસ્તતા વચ્ચે મોદી મળ્યા માતાને, સાથે બેસી કર્યો નાસ્તો

ગાંધીનગરઃ પીએમ મોદી ગુજરાતની મુલાકાતે આવે ત્યારે અચૂક પોતાની માતા હિરાબાને મળવા માટે જાય છે. હાલ મોદી બે દિવસ માટે ગુજરાતમાં છે. તેમનો બે દિવયનો ગુજરાત પ્રવાસ ખૂબ જ વ્યસ્ત છે. ત્યારે આ વ્યસ્તતાની વચ્ચે પણ મોદી તેમની માતા હિરા બાને મળવા માટે ગાંધીનગર ગયા હતા. આજે સવારે મોદીએ તેમના યોગનો સમય માતાને મળવા માટે ફાળવ્યો હતો. સવારે મોદી માતા હિરાબાના આર્શિવાદ લેવા ગયા હતા. બંનેએ સાથે બેસીને નાસ્તો કર્યો હતો. માતાને મળવા માટે મોદીએ યોગ નહોતા કર્યા.

પોતાની માતાને મળવા સાથે મોદીએ ખુબ જ આનંદની લાગણી અનુભવી હતી. આ અંગે ખૂદ ટ્વિટર પર મોદીએ લખ્યું છે કે યોગ છોડીને માતને મળવા ગયો. સાથે જ પરોઢિયે નાસ્તો પણ માતા સાથે કર્યો. તેમની સાથે સમય પસાર કરવામાં ખૂબ જ આનંદ આવ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા તેમના નાના ભાઇ સાથે રાયસણના વૃંદાવન બંગ્લોઝમાં રહે છે. આજે મોદી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2017નું ઉદ્ધાટન કરવાના છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ ગુજરાત મુલાકાત વખતે પીએમ મોદી પ્રોટોકલ તોડી સુરક્ષા કાફલા વગર તેમની માતા હિરાબાને મળવા ગયા હતા.

home

You might also like