મોદી બ્રિટનના પ્રધાનમંત્રીને મળ્યા, 8મી વખત મળશે ઓબામાને

હાંગઝોઇઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બ્રિટનની નવી પ્રધાનમંત્રી ટેરેસાને મળ્યા. આ બંને નેતાઓની પ્રથમ મુલાકાત હતી. તેમણે યૂરોપીયમ સંઘમાં બ્રિટનના અલગ થવા સાથે દ્રિપક્ષીય સંબંધોને વધારે મજબુત બનાવવા અંગે ચર્ચા કરી. જી-20 સમિટ ઉપરાંત બંને નેતાઓએ અહીં દુનિયાના સૌથી મોટા એવા યૂરોપીયન સંઘથી બ્રિટનના અલગ થયા બાદ વિકાસની તકો અંગે ચર્ચા કરી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે ટવિટર પર આ અંગે માહિતી આપી હતી. યૂનાઇટેડ કિંગડમ સાથે વિકાસની તકો અંગેની વાત કરી હતી. આ બંનેની પ્રથમ મૂલાકાત હતી.

ટેરેસાએ 13 જૂલાઇએ બ્રિટનના પ્રધાનમંત્રી પદના શપથ લીધા હતા. રાષ્ટ્રની જનતાએ યૂરોપીય સંઘ છોડવાના પક્ષમાં મત આપ્યો હતો. ત્યાર બાદ પૂર્વવર્તી ડેવિડ કેમરને પોતાના પદ પરથી રાજીનામુ આપ્યું હતું. માર્ગ્રેટ થૈચર બાદ 59 વર્ષીય બ્રિટનની બીજી મહિલા પ્રધાનમંત્રી છે. જેમની સરખામણી થૈચર સાથે કરવામાં આવે છે. આ સાથે જ નરેન્દ્ર મોદી બરાક ઓબામા સાથે પણ મુલાકાત કરવાના છે. બંને નેતાઓની આ આઠમી મુલાકાત છે. બંને વચ્ચે ખૂબ જ સારી કેમિસ્ટ્રી છે. સમિટમાં રવિવારે ફેમિલી ફોટો લેતી વખતે બંને નેતા જોવા મળ્યા હતા. ઓબામાએ ભારતામાં જીએસટી બિલ પાસ કરવા બાબતે શુભેચ્છાઓ પાઢવી હતી. આ સાથે જ ન્યૂક્લિયર સપ્લાયર્સ ગ્રૂપમાં ભારતના પ્રવેશ મામલે ઓસ્ટ્રિલિયા બાદ જાપાને પણ સંમત્તિ સાધી છે.

You might also like